Silaya Chotila Highway Accident: ગુજરાતમાં અકસ્માત બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું. અમુક અકસ્માત એટલા ગંભીર હોય છે કે પરિવારમાં શોકનો માહોલ છવાઇ જાય છે. તેવી જ એક અકસ્માતની ઘટના રાજ્યના સાયલા ચોટીલા હાઇવે પર સામે આવી રહી છે. આ અકસ્માતમાં કાકા ભત્રીજાના કમકમાટી(Silaya Chotila Highway Accident) ભર્યું મોત નીપજ્યું છે. જ્યારે સાત લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. લીંમડીથી છાસિયા ભજનના કાર્યક્રમમાં જતા સમયે કારને અકસ્માત નડ્યો હતો.
રાજ્યના સુરેન્દ્રનગરમાં આવેલા સાયલા ચોટીલા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. કાર રસ્તા પર મૃત પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર કાકા ભત્રીજાના મોત નીપજ્યા છે. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સિફત કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં એકની હાલત ખુબ ગંભીર છે.
તમામ લોકો લીંબડીથી છાસિયા ભજનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. ઘટનામાં સવજીભાઈ કોશિયા અને કલ્પેશ કોશિયાના મોત નીપજ્ય છે. મૃતકના પરિવારના લોકોને જાણ થતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બે જણાના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે સિફત કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો ખુબ વધી રહ્યાં છે ત્યારે સાયલા-ચોટીલા હાઈવે પર થોડા સમય પહેલા ડોળીયા ગામ પાસે ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જયારે અન્ય ત્રણ થી ચાર મુસાફરોને ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પીટલે લઈ જવામાં આવ્યાં હતાં. જે અંગે સાયલા પોલીસ મથકે ખાનગી બસનાચાલક ભેરૂસીંગ શીવસીંગ ચૌહાણ રહે.રાજસ્થાનવાળાએ સામે ફરિયાદ નોંધાવી હતી.
વઢવાણના પરિવારને નડ્યો હતો અકસ્માત
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના આણંદપુર ગામે સાસરીમાં બે સાઢુભાઈનો પરિવાર સાથે દિવસભર સાથે રહ્યા પછી પાછા જઈ રહ્યા હતા, ત્યારે સાંગાણી ગામ પાસે તેમની કારની બાજુમાંથી પસાર થતી ટ્રક અચાનક પલટીને મારી કાર પર પડી હતી. જેના કારણે કારમાં સવાર વઢવાણમાં રહેતા એક પરિવાર સહિત છ સભ્યોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App