કાકા-ભત્રીજીનો અકસ્માત થતા ‘ફૂલ’ જેવી માસુમ બેનીનું કરૂણ મોત- ‘ઓમ શાંતિ’

જેતપુર(ગુજરાત): આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. એક તરફ સમગ્ર રાજ્ય ગઈકાલે જ્યાં રક્ષાબંધનના તહેવારની ખુશીઓમાં હતું ત્યારે દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ગમખ્વાર અકસ્માતોની પણ ઘણી ઘટનાઓ જોવા મળી છે. આ દરમિયાન, ઉપલેટામાં પણ આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીંયા ફૂલ લઈને જઈ રહેલા કાકા-ભત્રીજીનો અકસ્માત થતા ‘ફૂલ’ જેવી માસુમ બેનીનું કરૂણ મોત નીપજ્યું છે જ્યારે યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ઉપલેટા શહેર નજીક પાટણવાવ રોડ પસાર થાય છે અહીંયા ભાદર નદી પર જુનો પુલ આવેલો છે. આ પુલ નજીક આજે બપોરના સુમારે ટુવ્હીલર અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટુવ્હીલર પટકાયું હતું અને તેમાં સવાર કાકા-ભત્રીજીને ગંભીર ઇજા પહોંચી હતી. ટુવ્હીલરમાંથી ફૂલો ઢોળાઈને નીચે પટકાયા હતા આ દરમિયાન ‘ફૂલ’ જેવી માસુમ બાળકીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, મૃતક બાળકી 4 વર્ષની હતી જેનું નામ રાખી હેમુભાઈ સલાટ હતું. રાખી તેના કાકા સંજયભાઈ જાદવ ભાઈ સલા ઉ.વ. 22 સાથે જઈ રહી હતી તે દરમિયાન તેને અકસ્માત નડી ગયો હતો. જોકે, છકડા સાથે અકસ્માતના પગલે સંજય સલાટને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્ત સંજયને પહેલાં ઉપલેટાની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી ઈજા વધુ હોવાથી તેને ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અક્સ્માતમાં મોતને ભેટનાર માસુમ ‘બેની’નું રક્ષાબંધનના દિવસે જ પ્રાણનું પંખેરૂ ઉડી જતા સલાટ પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. પોલીસ દ્વારા મૃતક બાળકીનું પોસ્ટમોર્ટમ કરી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *