Valsad News: વલસાડના વાપી તાલુકામાં રહેતા એક શ્રમિક પરિવારની 13 વર્ષીય સગીરા સાથે એક યુવકે લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની તાજેતરમાં તબિયત લથડી હતી. જેથી નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં ફરજ ઉપર હાજર તબીબે સગીરાને 8 માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. જે બાબતે સગીરાની માતાએ સગીરાની (Valsad News) પૂછપરછ કરતા બાજુમાં રહેતા 3 બાળકોના પિતાએ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. બનાવની જાણ વાપી ટાઉન પોલીસની ટીમને થતા વાપી પોલીસની ટીમે સગીરાની માતાની ફરિયાદ નોંધી આરોપી યુવકની ધરપકડ કરી આરોપીનું મેડિકલ કરાવી પોક્સોના કેસમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
સગીરા સાથે દુષ્કર્મ કરતા ગર્ભવતી બની
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં એક શ્રમિક પરિવાર રહે છે. તેમના ઘરની બાજુમાં રહેતા એક 3 બાળકોના પિતાએ આ સગીરાને લલચાવી ફોસલાવી સગીરાને લોભામણી લાલચ આપીને મિત્રતા કેળવી હતી. મિત્રતા દરમ્યાન સગીરાને અલગ અલગ વસ્તુઓ આપવાની લોભામણી લાલચ આપીને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. 3 બાળકોના પિતાએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તાજેતરમાં સગીરાની તબિયત બગડી હતી. જેને લઈને સગીરાની માતાએ તાત્કાલિક સગીરાને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. વાપીની સરકારી હોસ્પિટલના ફરજ ઉપરના તબીબે સગીરાને ચેક કરી સગીરા ગર્ભવતી હોવાનું અને સગીરાને 8 માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું.
3 બાળકોના નરાધમ પિતાએ કર્યું આ કૃત્ય
સગીરાની માતા અને પરિવારના સભ્યોને સગીરા ગર્ભવતી હોવાની ખબર પડતાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. સગીરાની માતાએ સગીરાને ગર્ભ બાબતે પૂછતાં સગીરાને બાજુમાં રહેતા 3 બાળકોના પિતાએ લોભામણી લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.
ઘટના અંગે વાપી ટાઉન પોલીસની ટીમને થતા વાપી ટાઉન પોલીસની ટીમે સગીરાની માતાની ફરિયાદ નોંધીને સગીરાનું મેડિકલ કરાવી સગીરાના નિવેદનના આધારે આગળની આરોપી યુવકની ધરપકડ કરી આરોપીનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા સગીરાના માતા પિતા મજૂરી કામે જતા ત્યારે સગીરા ઘરે જઈને સગીરાને લાલચાવી ફોસલાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. આરોપી યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ફોસલાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
ઘટના અંગે વાપી ટાઉન પોલીસની ટીમને થતા વાપી ટાઉન પોલીસની ટીમે સગીરાની માતાની ફરિયાદ નોંધીને સગીરાનું મેડિકલ કરાવી સગીરાના નિવેદનના આધારે આગળની આરોપી યુવકની ધરપકડ કરી આરોપીનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા સગીરાના માતા પિતા મજૂરી કામે જતા ત્યારે સગીરા ઘરે જઈને સગીરાને લાલચાવી ફોસલાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. આરોપી યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App