કાકાએ ઠપકો આપતાં સુરતના ધોરણ 10ના વિદ્યાર્થીએ ખાધો ગળાફાંસો, સુસાઇડ નોટમાં…

સુરત(ગુજરાત): આજકાલ આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. નજીવી બાબતે લોકો આપઘાત(Suicide) કરી લેતા હોય છે. ત્યારે સુરત(Surat)ના કાપોદ્રા(Kapodra)માં કાકીને ફોન કરવા બાબતે કાકાએ ઠપકો…

સુરત(ગુજરાત): આજકાલ આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. નજીવી બાબતે લોકો આપઘાત(Suicide) કરી લેતા હોય છે. ત્યારે સુરત(Surat)ના કાપોદ્રા(Kapodra)માં કાકીને ફોન કરવા બાબતે કાકાએ ઠપકો આપતા ધોરણ-10ના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થી દ્વારા સુસાઈડ નોટ(Suicide note)માં કાકાને ખોટી શંકા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, નાના વરાછામાં પશુપતિનાથ સોસાયટીમાં રહેતા મૂળ ભાવનગરના દિલીપભાઈ મકવાણા મંદિર બનાવવાનું કામ કરે છે. તેમનો 16 વર્ષીય પુત્ર મૌનિકે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. ઘરમાં રસોડમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ મૌનિકે આપઘાત કરી લીધો હતો.

મોનિકને સવારે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસને મોનિક દ્વારા લખવામાં આવેલ એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

મોનિક દ્વારા કાકાએ વ્યક્ત કરેલી શંકા ખોટી હોવાનો તેમજ તેના કારણે દુઃખ થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કાકાએ આપેલા ઠપકાના કારણે ખોટું લાગી આવતાં મૌનિકે આપઘાત કર્યો હોવાનું પણ સુસાઈડ નોટમાં લખ્યું હતું.

જાણવા મળ્યું છે કે, મૌનિકને અન્ય એક ભાઈ અને એક બહેન છે. પીએસઆઈ કે. પી. ચાવડાએ જણાવ્યું હતું કે, કાકા દ્વારા ખોટી શંકા વ્યક્ત કરી ઠપકો આપવામાં આવ્યો હતો. આમ, કાકાની વાતનું ખોટું લાગી આવતાં મૌનિકે પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *