મોતનો LIVE વિડીયો કેમેરામાં કેદ: ફુલ સ્પીડમાં આવેલ બેકાબૂ ટ્રેઇલર બે કાર અને બાઇક પર પલટી ગયું, ત્રણ લોકોના મોત

ઝારખંડ(Jharkhand): આજકાલ અકસ્માતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે જાણવા મળ્યું છે કે, ઝારખંડ(Jharkhand)માં રામગઢ(Ramgarh)ના રાંચી-પટના હાઇવે(Ranchi-Patna Highway) પર એક ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવી રહેલ એક ટ્રેઇલર પલટી જતા બે કાર સહીત બે બાઇકચાલકોને અડફેટે લીધા હતા. તેમજ જાણવા મળ્યું છે કે, આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

 

મળતી માહિતી અનુસાર, ઝારખંડમાં બનેલ એક કમકમાટીભર્યાં અકસ્માતના CCTV ફૂટેજ મળી આવ્યા છે. જયારે રામગઢના રાંચી-પટના હાઇવે પર બનેલ આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જયારે કહેવાય રહ્યું છે કે, અકસ્માત એટલો ગંભીર હતો કે 3 લોકોના મોત અને કેટલાક લોકોને ગંભીર ઈર્જા પણ થઇ હતી. જયારે આ અકસ્માત હાઇવે પર આવેલ એક પેટ્રોલ પંપ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થયો હતો.

મળેલ CCTV ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, ફુલ સ્પીડમાં એક ટ્રેઇલર આવી રહ્યું હતું છે. જયારે અચાનકથી ટ્રેઇલર પલટી મારી જાય છે અને બે કાર સહિત અન્ય બે બાઇકચાલકને અડફેટે લે છે. તેમજ પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપી ટ્રેઇલરચાલકની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *