વડોદરામાં એકાએક નિર્માણાધિન મકાન ધરાશાયી થતા 3 મજુરો દટાયા, જ્યારે 2 વર્ષીય બાળક… ‘ઓમ શાંતિ’

વડોદરા(Vadodara): જિલ્લામાંથી હાલ એક દુર્ઘટનાના સમાચાર મળી અઆવ્યા છે. જેમાં કરજણ (Karajan)ના બામણગામમાં નિર્માણાધિન મકાન ધરાશાયી થઈ ગયું છે, જેમાં એક શ્રમિકનું મોત થયું છે, જ્યારે એક ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ આ ઘટનામાં 2 વર્ષના બાળકનો બચાવ થયો છે.

મકાનની દિવાલ ધરાશાયી:
જીતેન્દ્રભાઈ મનુભાઈ બામણગામના પટેલ ફળિયામાં રહે છે. ત્યાં જ તેઓના બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આજે બપોરના સમયે અચાનક મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેને પગલે કામ કરતા 3 જેટલા શ્રમિકો દબાયા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તુંરત જ કરજણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

શ્રમિકનું મોત:
જેને પગલે ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમ છતાં પણ આ દુર્ઘટનામાં ઘોઘંબા તાલુકાના પાધરાગામનો રહેવાસી શ્રમિક રાજુ નવલસિંહ નાયક (ઉ.35)નું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે દિપસિંહ લક્ષ્મણ બારીયા (ઉ.40)ને ઇજા થતાં કરજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત 2 વર્ષના એક બાળકનો આબાદ બચાવ થયો હતો. ત્યારે હાલ  કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *