મિઝોરમમાં અંડર કન્સ્ટ્રક્શન રેલવે પુલ ધરાશાયી: 35 થી 40 મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા, 17 કામદારોનાં મોત 

Under construction Railway Bridge Collapses In Mizoram: મિઝોરમમાં બુધવારે એક નિર્માણાધીન રેલ્વે બ્રિજ તૂટી પડતાં ઓછામાં ઓછા 17 કામદારોનાં મોત થયાં હતાં. સમાચાર એજન્સી પીટીઆઈએ…

Under construction Railway Bridge Collapses In Mizoram: મિઝોરમમાં બુધવારે એક નિર્માણાધીન રેલ્વે બ્રિજ તૂટી પડતાં ઓછામાં ઓછા 17 કામદારોનાં મોત થયાં હતાં. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે, રાજધાની આઈઝોલથી 21 કિમી દૂર સાયરાંગમાં સવારે 10 વાગ્યે અકસ્માત થયો હતો. ઘટના સમયે બ્રિજ પર 35 થી 40 મજૂરો કામ કરી રહ્યા હતા. બૈરાબીને સાયરાંગથી જોડતી કુરુંગ નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો. વહીવટીતંત્ર બચાવ કાર્ય ચલાવી રહ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સમયે વિસ્તારમાં 35-40 લોકો હતા. આ તમામ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.(Under construction Railway Bridge Collapses In Mizoram) આ ઘટના આઈઝોલથી 21 કિમી દૂર સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી. અત્યાર સુધી તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સાથે જ કેટલાક વધુ લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે.

ત્રીજા અને ચોથા થાંભલા વચ્ચેનો ગર્ડર 341 ફૂટ નીચે પડ્યો…
બ્રિજમાં કુલ 4 પિલર છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રીજા અને ચોથા થાંભલાની વચ્ચેનો ગાર્ડ નીચે પડી ગયો છે. આ ગદર પર તમામ મજૂરો કામ કરતા હતા. જમીનથી પુલની ઊંચાઈ 104 મીટર એટલે કે 341 ફૂટ છે. એટલે કે પુલની ઉંચાઈ કુતુબમિનાર કરતા વધુ છે.

PM મોદીએ મૃતકના પરિવારને 2 લાખની કરી સહાય
વડાપ્રધાન મોદીએ પણ મિઝોરમ રેલવે બ્રિજ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમઓએ ટ્વીટ કર્યું, “મિઝોરમમાં પુલ દુર્ઘટનામાં દુઃખી લોકો પ્રત્યે મારી સંવેદના, ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના. અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.

PM મોદીએ મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMMRF)માંથી 2 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. તે જ સમયે, જે લોકો ઘાયલ થયા છે તેમને 50,000 રૂપિયા આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક 
આ નિર્માણાધીન પુલ મિઝોરમની રાજધાની આઈઝોલથી લગભગ 20 કિલોમીટર દૂર છે. નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના સીપીઆરઓ સબ્યસાચી ડેએ જણાવ્યું કે, અકસ્માતની જાણ થતાં જ સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

મિઝોરમના મુખ્યમંત્રી જોરમ થાંગાએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આઈઝોલ નજીક સાયરાંગમાં નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી થયો છે, જેના કારણે 17 મજૂરોના મોત થયા છે. તેમણે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *