ઉતરપ્રદેશમાં પણ જ્યોતિ મૌર્ય જેવો કિસ્સો! પતિએ રાત-દિવસ મજુરી કરીને પત્નીને ડોક્ટર બનાવી… પછી પત્નીને તેના પર જ કરી દીધો કેસ

Published on Trishul News at 12:15 PM, Sun, 27 August 2023

Last modified on August 27th, 2023 at 12:16 PM

Case like Jyoti Maurya in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના બાંદામાં SDM જ્યોતિ મૌર્યનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.(Case like Jyoti Maurya in Uttar Pradesh) અહીં એક યુવકે આરોપ લગાવ્યો છે કે, તેણે મજૂરી કામ કરીને તેની પત્નીને ભણાવી અને ડોક્ટર બનાવી. પરંતુ, તે ડોક્ટર બનતાની સાથે જ તેની પત્નીનો સ્વભાવ બદલાઈ ગયો અને હવે તે તેની સાથે રહેવા માંગતી નથી. યુવકનો આરોપ છે કે, પત્ની હવે તેને છૂટાછેડા આપવા માંગે છે. યુવકનું નામ ગોવિંદ છે. જ્યારે તેની પત્નીનું નામ નીતુ છે.

ગોવિંદના કહેવા પ્રમાણે, તેણે રાત-દિવસ મજુરી કામ કરીને તેની પત્નીને ઈન્ટર પછી પોસ્ટ ગ્રેજ્યુએટ કરી. આ પછી આયુર્વેદિક મેડિકલ કોલેજમાં પૈસા ખર્ચીને BAMSનો અભ્યાસ કરાવ્યો. પણ, હવે પત્ની તેને કહે છે કે, તું મારા લાયક નથી… ગોવિંદે જણાવ્યું કે, પત્નીએ કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે. આ સિવાય તેની સામે છેડતીનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. ગોવિંદે 2019માં કોર્ટ મેરેજ કર્યા હતા.

પત્નીના અભ્યાસમાં કરી આર્થિક મદદ
ગોવિંદના કહેવા પ્રમાણે, લગ્નના શરૂઆતના દિવસોમાં બધું બરાબર ચાલ્યું હતું. દરમિયાન, પત્નીએ તેને કહેવાનું શરૂ કર્યું કે તે આગળ ભણવા માંગે છે. તે ડોક્ટર બનવા માંગે છે. ગોવિંદે જણાવ્યું કે, તેની આર્થિક સ્થિતિ સારી નથી. તે મજૂરી કામ કરે છે. પરંતુ, પત્નીની ઈચ્છાને માન આપીને તેણે તેને કોચિંગ ભણવા મોકલી. આ પછી, જ્યારે પત્નીએ NEET પરીક્ષા પાસ કરી, ત્યારે તેણે અટારા આયુર્વેદિક મેડિકલ કોલેજમાં BAMSનો અભ્યાસ શરૂ કર્યો. આ દરમિયાન તેણે પત્નીને પૈસાની મદદ કરી.

નીતુએ તેને મળવાનું બંધ કર્યું – પતિનો આરોપ
ગોવિંદે જણાવ્યું કે, જ્યારે પત્ની મેડિસિનનો અભ્યાસ કરતી હતી ત્યારે નીતુએ મને ઇગ્નોર કરવાનું શરૂ કર્યું હતું. નીતુએ તેને મળવાનું બંધ કરી દીધું. જ્યારે પણ તે તેના મોબાઈલ પર કોલ કરતો ત્યારે તે તેનો કોલ ડિસ્કનેક્ટ કરી દેતી કે ઉપાડતી નહીં. તે તેના સાસરે પણ આવી ન હતી. આનાથી પરેશાન થઈને ગોવિંદ ઘણી વખત મેડિકલ કોલેજમાં નીતુને મળવા ગયો હતો. પરંતુ, તેણી તેને મળવા માટે પણ આવતી ન હતી.

ગોવિંદના કહેવા પ્રમાણે, તેની પત્નીએ તેને ધમકાવવાનું શરૂ કર્યું. 112 નંબર પર ફોન કરીને પોલીસને ફરિયાદ પણ કરી હતી. તેણીએ પોલીસને ફરિયાદ કરી કે, ગોવિંદ તેની સાથે છેડતી કરે છે. ગોવિંદનું કહેવું છે કે, તેની પત્નીએ કોર્ટમાં છૂટાછેડાની નોટિસ મોકલી છે. બીજી તરફ, ગોવિંદ અને તેના પરિવારને હજુ પણ આશા છે કે, નીતુ એક દિવસ ચોક્કસ ઘરે આવશે. SDM જ્યોતિ અને તેના પતિ આલોક મૌર્ય વચ્ચેનો વિવાદ આ દિવસોમાં ચર્ચામાં છે.(Case like Jyoti Maurya) આલોકે આરોપ લગાવ્યો છે કે, તેણે તેની પત્નીને તેના અભ્યાસમાં પૈસા આપીને ઘણી મદદ કરી હતી. પરંતુ, તેની પત્ની હવે તેને ધમકી આપી રહી છે. તેણી તેની સાથે રહેવા માંગતી નથી.

Be the first to comment on "ઉતરપ્રદેશમાં પણ જ્યોતિ મૌર્ય જેવો કિસ્સો! પતિએ રાત-દિવસ મજુરી કરીને પત્નીને ડોક્ટર બનાવી… પછી પત્નીને તેના પર જ કરી દીધો કેસ"

Leave a comment

Your email address will not be published.


*