હાલ કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વ ઠપ થઇ ગયું છે. રોજગારી કરતા લોકો પણ આજે બેરોજગાર બની ગયા છે. તેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ છે. સાથે-સાથે કાચા તેના(ક્રૂડ ઓઇલ) ના ભાવમાં પણ નોંધપાત્ર કડાકો જોવા મળી રહ્યો છે. હાલ પરિસ્થિતિ એવી આવી છે કે થોડા દિવસ પહેલા અમેરિકાના માર્કેટમાં ક્રૂડ ઓઇલની ફ્યુચર પ્રાઇસ નેગેટિવ થઈ હતી. પરંતુ તેમ છતા દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.26 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 69.39 રૂપિયા પ્રતિ લિટરના ભાવ સુધી વેચાઈ રહ્યું છે.
ત્યારે હવે મોટો સવાલ એ ઉભો થાય છે કે વૈશ્વિક માર્કેટમાં કાચા તેલની કિંમત પાણી કરતા પણ ઓછી થઈ છે પરંતુ તેમ છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને કેમ છે? આપણે જણાવી દઈએ કે ભારત પોતાની જરૂરિયાતના 85 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. તેથી જો વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટે તો દેશમાં પણ ઘટે અને ક્રૂડ ઓઈલના ભાવ વધે તો દેશમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધે. પરંતુ હાલ એવું જોવા નથી મળી રહ્યું.
તમને જણાવી દઈએ કે જ્યારે તમે 71 રૂપિયાનું પેટ્રોલ પુરાવો છો ત્યારે બધા રૂપિયા તેલ કંપનીઓ પાસે નથી જતા. આમાંથી અડધાથી વધારે રૂપિયા ટેક્સના ભાગરૂપે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે જાયે છે. એક ખાનગી મીડિયા રિપોર્ટ અનુસાર દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની એક્સ ફેક્ટરી કિંમત અથવા બેઝ પ્રાઇસ 17.96 રૂપિયા સુધીની હોય છે.
જેમાં ભારત સરકાર એક્સાઇઝ ડ્યુટી તરીકે 32.98 રૂપિયા, નૂર અને અન્ય ખર્ચ 32 રૂપિયા, ડીલર કમીશન 3.56 રૂપિયા અને રાજ્ય સરકારનો વેટ 16.44 રૂપિયા સુધી હોય છે. રાજ્ય સરકારનો વેટ ડીલરના કમીશન પર લાગે છે. એટલે કુલ પેટ્રોલની કિંમત 71.26 રૂપિયા થઈ જાય છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ 49.42 રૂપિયા હોય છે.
મીડિયા સૂત્રો અનુસાર ડીઝલ પર પણ આવી રીતે જ ટેક્સ વસૂલવામાં આવે છે. ડીઝલ પર એક્સ ફેક્ટરી કિંમત અથવા બેઝ પ્રાઇસ 18.49 રૂપિયા હોય છે. કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી 29 રૂપિયા સુધી, નૂર અને અન્ય ખર્ચ 29 પૈસા, ડીલર કમીશન 2.52 રૂપિયા અને રાજ્ય સરકારનો વેટ 16.26 રૂપિયા સુધી હોય છે. આ રીતે ડીઝલની કિંમત 69.39 રૂપિયા સુધી થઈ જાય છે. આમાં ભારત અને રાજ્ય સરકારનો પ્રતિ લિટર ટેક્સ 48.09 રૂપિયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news