વીદેશોમાં અપાતા બેકારી ભથ્થા જેવી પરંતુ મર્યાદિત કક્ષાની આ યોજના રહેશે. શ્રમ ખાતાએ તૈયાર કરેલી યોજના ગયા સપ્તાહે વડા પ્રધાન સમક્ષ રજૂ કરાઇ હતી. હવે એને ઇએસઆઇસીની મિટિંગમાં રજૂ કરવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ આ યોજનાનો અમલ શરૂ કરવાનું શ્રમ ખાતું વિચારી રહ્યું હતું.
કેન્દ્રના શ્રમ ખાતાએ બેકારોને રાહત આપવા એક યોજના અમલમાં મૂકવાનો વિચાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વરસે કોરોનાના પગલે એપ્રિલમાં સંપૂર્ણ લૉકડાઉન હતું. એ દરમિયાન 12 કરોડથી વધુ લોકોએ રોજગારી ગુમાવી પડી હતી. જો કે જૂનના શરૂઆતમાં પરિસ્થિતિ બદલાઇ હતી અને નવેક કરોડ લોકોને ફરી પોતાનો રોજગાર મળી ગયો હતો.
પરંતુ ત્યારપછી પણ ત્રણ સાડા ત્રણ કરોડ લોકો બેરોજગાર હતા. એવા લોકોને છ માસ સુધી ભથ્થું આપવાની શ્રમ ખાતાની યોજના છે. ઇએસઆઇસીના દરેક કર્મચારીને એના છેલ્લા પગારના પચાસ ટકા જેટલું ભથ્થું છ માસ સુધી આપવાની યોજના છે, અન્યોને છેલ્લા પગારના પચીસ ટકા જેટલું ભથ્થું ત્રણ માસ માટે આપવાની યોજના છે. આવી યોજના ઘડવાનો વિચાર વડા પ્રધાન કાર્યાલય તરફથી આવ્યો હોવાનું શ્રમ ખાતાના પ્રવક્તાએ જણાવ્યું હતું.
એપ્રિલમાં કોરોનાના પગલે જાહેર કરાયેલા સંપૂર્ણ લૉકડાઉનના પગલે 12 કરોડ 10 લાખ લોકોએ રોજગારી ગુમાવી હતી એવી હકીકત સરકારે સ્વીકારી હતી અને બેકારોને રાહત આપવા માટે કોઇ યોગ્ય યોજના ઘડવાનું શ્રમ મંત્ર્યાલયને જણાવવામાં આવ્યું હતું. મે-જૂનમાં આમાંના નવ કરોડ લોકો ફરી કામધંધે લાગ્યા હતા.
પરંતુ ત્યારપછી પણ ત્રણ કરોડ જેટલા લોકો હજુય બેરોજગાર હતા. તેમને સહાય કરવાનો વિચાર વડા પ્રધાનના કાર્યાલય તરફથી શ્રમ મંત્ર્યાલયને મળ્યો હતો. તે અનુસાર આ યોજના ઘડવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP