શું તમને પણ વારંવાર આવી વસ્તુઓ ખાવાનું મન થાય છે? તો તમારા શરીરમાં હોય શકે છે આવી ગંભીર બીમારીઓ

બિનઆરોગ્ય ખોરાક લેવો શરીર માટે નુકસાનકારક છે. પરંતુ હજુ પણ ક્યારેક આપણું મન અમુક ખાસ બિનઆરોગ્ય ખોરાક માટે ઉછળવા લાગે છે. ખાસ કરીને આજનો યુગ ફાસ્ટફૂડ તરફ વધારે વળ્યો છે. ત્યારે આજના મોર્ડન જમાનાના મોર્ડન યુવાઓને ખબર નથી કે, આ ફાસ્ટફૂડના કારણે તેમના સ્વાસ્થ્ય પર કેવી વિપરીત અસર પડી રહી છે. કેટલીકવાર તમને ચિપ્સ ખાવાની ખૂબ ઇચ્છા હોય છે પરંતુ ચિપ્સ ખાવાના બદલે તમને ચોકલેટ ખાવાનું મન થાય છે. પરંતુ શું તમે જાણો છો કે શરીરમાં પોષણનો અભાવ પણ ખાવાની ઈચ્છા માટે જવાબદાર હોઈ શકે છે.

દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ જેવી અભિનેત્રીઓને માર્ગદર્શન આપનાર ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહે જણાવ્યું કે, જ્યારે પણ તમને કોઈ ચોક્કસ વસ્તુને વારંવાર ખાવાનું મન થાય છે, ત્યારે તે ચોક્કસ પોષક તત્નોના અભાવને કારણે હોઈ શકે છે. આ પોષક તત્વોની ઉણપ પૂરી કરવા માટે આપણું મન બિનઆરોગ્ય ખોરાક ખાવાનું શરુ કરે છે, જે આ ઉણપને પૂરી કરે છે. પરંતુ આ બિનઆરોગ્ય ખોરાકનો ફાયદો ઓછો અને નુકસાનકારક વધારે હોય છે.

ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહે જણાવ્યું કે જો તમને શરીરમાં કોઈ ખાસ પોષક તત્વોના અભાવને કારણે બિનઆરોગ્ય ખોરાક ખાવાનું મન થાય તો તેના બદલે તમે પોષક તત્વોથી ભરપુર ખોરાક ખાઈ શકો છો.

શ્વેતા શાહના મત મુજબ, જો તમારું મન ચોકલેટ ખાવાનું કરી રહ્યું છે, તો તેની પાછળનું કારણ શરીરમાં મેગ્નેશિયમની ઉણપ પણ હોઈ શકે છે. પણ મેગ્નેશિયમની ઉણપને પહોંચી વળવા ચોકલેટ ખાવી તમારા દાંત અને બ્લડ શુગર માટે હાનિકારક બને છે. ચોકલેટના બદલે તમારે પીનટ બટર ખાવું જોઈએ. જે શરીરમાં મેગ્નેશિયમની ઉણપ પૂરી કરવામાં મદદરૂપ થાય છે.

જ્યારે આપણને વારંવાર પનીર ખાવાનું મન થાય ત્યારે તેનો અર્થ એ થાય કે શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. પરંતુ પનીરમાં કેલ્શિયમની સાથે ઘણી સંતૃપ્ત ચરબી અને સોડિયમ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું કારણ બને છે. પનીરના સેવનને બદલે તમારે દહીંનું સેવન કરવું જોઈએ.

જો તમને દરરોજ ચિપ્સ ખાવાની ઇચ્છા થાય છે, તો તમારા શરીરમાં સોડિયમની ઉણપ હોઈ શકે છે. ચિપ્સ એક જંક ફૂડ છે, જે તમારા શરીર માટે હાનીકારક છે.ચીપ્સના બદલે, તબીબો જુવાર પોપકોર્ન ખાવાની સલાહ આપે છે.

જો તમારું મન દરરોજ કોલ્ડ ડ્રિંક્સ એટલે કે સોફ્ટ ડ્રિંક્સ પીવાનું મન કરી રહ્યું છે, તો તમારા શરીરને કેફીનની જરૂર  છે. પરંતુ આ માટે સોફ્ટ ડ્રિંક્સની પસંદગી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક બની શકે છે. સોફ્ટ ડ્રિંક્સને બદલે આઇસ્ડ હર્બલ ટી અથવા ઇન્ફ્યુઝ્ડ વોટર પીવું જોઈએ.

કેટલાક લોકોને કોફી પીવાની ખૂબ ઇચ્છા થતી હોય છે. શરીરને આની પાછળ કેફીનની જરૂર પડી શકે છે. કોફીને બદલે, તમારે ગરમ તુલસીનો છોડ, આદુ અને વરિયાળીનો ઉકાળો પીવો જોઈએ. જે કેફીન માટેની તમારી ઈચ્છાને પણ દુર કરશે અને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *