મોદી સરકારે સુરતીલાલાઓને આપી ખુશખબર -સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો મળ્યો દરજ્જો 

surat international airport declared: સુરત ખાતે 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરવા આવી રહ્યા છે. ત્યારે આ પહેલા કેન્દ્ર સરકારે સુરત શહેરને મોટી ભેટ આપી છે. ગુજરાતને એક નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ(surat international airport declared) મળી ગયું છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં PM મોદી સરકારે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે. જેનાથી ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને મોટો લાભ મળશે.

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે અને આ એરપોર્ટ ગાંધીનગર અને અમદાવાદ બંનેમાં છે. આ ઉપરાંત રાજકોટમાં પણ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. ધોલેરામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. છેલ્લા કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટ તરીકેના 5 વર્ષ પૂર્ણ કર્યા પછી સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. સુરત એરપોર્ટ હવેમાત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એક પ્રવેશદ્વાર જ નહીં પણ સમૃદ્ધ હીરા અને કાપડ-ઉદ્યોગો માટે આયાત નિકાસની કામગીરીની સુવિધા મળશે.

સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળે એ માંગણી સાથે વર્ષ 2015 માં શહેરના ઉધોગપતિઓ, જાગૃત નાગરિકો સાથે મળીને બનાવવામાં આવેલ ‘સુરત એરપોર્ટ એક્શન કમિટી’ નામની સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે લડાઈ ચાલુ કરવામાં આવેલ હતી. જેમાં ભૂખ હડતાલ, અઠવા ગેટ થી એરપોર્ટ સુધીની માનવ સાંકળ, એરપોર્ટના ગેટ પર ધરણા, જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવેલ હતા.

જેના ભાગરૂપે ઘણીવાર એવિએશન મિનિસ્ટ્રી દ્વારા સુરત એરપોર્ટ એક્શન કમિટીને દિલ્લી બોલાવી કેબિનેટ મિનિસ્ટર અને રાજ્ય કક્ષાના મિનિસ્ટર સાથે પણ મિટિંગો કરવામાં આવેલ હતી. એરઇન્ડિયા એક્ક્ષપ્રેસને સુરત થી શારજાહ ઉડાન ભરાવવા ‘સુરત એરપોર્ટ એક્શન કમિટી’ દ્વારા કરવામાં આવેલ મેહનત સરાહનીય છે. સુરત થી શારજાહની પ્રથમ ફ્લાઇટમાં સુરત એરપોર્ટ એક્શન કમિટીના 15 જેટલા મેમ્બરો એ શારજાહ સુધી પ્રવાસ પણ કરવામાં આવ્યો હતો .

સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ કહ્યું કે, ‘અંતે મહેનત રંગ લાવી. સુરતને હવે વિકાસ કરવાથી કોઈ નહીં રોકી શકે. વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું આગમન થાય તે હેતુ સાથે હવે ‘સુરત એરપોર્ટ એક્શન કમિટી’ હંમેશા પ્રયત્ન શીલ રહશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *