PM મોદી સુરત આવે એ પહેલા ડાયમંડ વર્કર યુનીયનના પ્રમુખની પોલીસે કરી ધરપકડ

Diamond Workers Union President Arrested: સુરતનું નામ માત્ર ભારતમાં જ નહી, પરંતુ દુનિયાભરમાં મશહુર છે. સુરતની આ પ્રસિદ્ધી ચળકતા હીરાને કારણે છે. દુનિયાભરમાં બનતા 10માંથી 8…

Diamond Workers Union President Arrested: સુરતનું નામ માત્ર ભારતમાં જ નહી, પરંતુ દુનિયાભરમાં મશહુર છે. સુરતની આ પ્રસિદ્ધી ચળકતા હીરાને કારણે છે. દુનિયાભરમાં બનતા 10માંથી 8 હીરા સુરતમાં બને છે. એક અંદાજ મુજબ સુરતના હીરાઉદ્યોગમાં 8 લાખ રત્નકલાકારો રોજગારી મેળવે છે. પરંતુ એ રત્નકલાકારો કે જેમને કારણે હીરાઉદ્યોગ ઉજળો છે, જેમને કારણે દુનિયાભરમાં હીરાઉદ્યોગનું નામ રોશન છે, તેવા રત્નકલાકારોના ચહેરા અત્યારે ઉતરેલા છે.

રત્નકલાકારોના ચહેરા પર નિરાશા જોવા મળી રહી છે. આ નિરાશાનું કારણ એવું છે કે, તેમની નોકરી છુટી રહી છે.મોટી સંખ્યામાં રત્નકલાકારો નોકરી ગુમાવી રહ્યા છે. દિવાળી પછી ઘણી બધી ડાયમંડ કંપનીઓએ તેમને કામ પર બોલાવ્યા નથી એટલે રત્નકલાકારો અત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની ઓફિસે ભેગા થઇ રહ્યા હતા.

રત્ન કલાકારો દ્વારા પોતાની માંગોને લઈને ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જોકે, આ આંદોલન પેહલા જ ડાયમંડ વર્કર યુનીયનના પ્રમુખની પોલીસે ધરપકડ કરી છે. રત્નકલાકારોની વિવિધ કુલ 14 માંગણીઓને લઈને આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આજે આંદોલન કરે તે પહેલા જ પોલીસે ગઈકાલે રાત્રે પ્રમુખ રમેશ જિલરીયા અને ઉપ પ્રમુખ ભાવેશ ટાંકની ધરપકડ(Diamond Workers Union President Arrested) કરવામાં આવી છે.

ડાયમંડ વર્કર યુનિયન ઉપ પ્રમુખ ભાવેશ ટાંક એ જણાવ્યું હતું કે, હીરાઉદ્યોગ મા દિવાળી પછી વાતાવરણ સુધરવા ની શક્યતા પણ લાગતી નથી કેમ કે મોટા ભાગ ના કારખાના હજી પણ બંધ છે અને જે ખુલ્યા છે ત્યાં પણ ભાવ ઘટાડવાની તથા સ્ટાફ ઘટાડી રત્નકલાકારો ને છુટા કરવા ની ફરિયાદો મળી રહી છે દિવાળી પહેલા થી જ મોટી સંખ્યામાં કારીગરો બેરોજગાર છે ત્યારે જો સ્થિતિ સુધરશે નહી તો હજી વધુ રત્ન કલાકારો બેરોજગાર થશે.

ત્યારે આજે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના આગેવાનો દ્વારા સુરત જિલ્લા કલેકટર મારફતે દેશના પ્રધાન મંત્રી અને મુખ્યમંત્રી આવેદન પત્ર પાઠવી રજુઆત કરવા મા આવી છે કે, “સુરત ડાયમંડ બુર્સ ના ઉદઘાટન પહેલા રત્નકલાકારો ની માંગણીઓ પૂરી કરો નહિતર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ની ફરજ પડશે અને યુનિયન દ્વારા ઉપવાસ આંદોલનની પરવાનગી પણ કમિશનર પાસે થી માંગવા મા આવી છે.”

આજે પ્રતિક ઉપવાસ ધરણાંની પરમિશન હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલ ના હતી ત્યારે પ્રતિક ઉપવાસ ધરણાં પહેલા સુરત શહેર પોલીસ દ્વારા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ જીલરિયાની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ઘણાં સમયથી હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે. અસંખ્ય રત્નકલાકારો બેરોજગાર છે. દિવાળી બાદ અનેક કારખાનાઓ ખુલ્યા નથી. અત્યારે માંડ 20 ટકા જ કારખાના શરૂ થયા છે.

ભાવેશ ટાંક એ વધુમાં જણાવ્યું કે, અમારી માંગણી સુરત તેમજ ગુજરાત ના લાખો રત્નકલાકારો માટે ની માંગણી છે અને સરકાર સમક્ષ વારંવાર રજૂઆત પણ કરી છે ગાંધી ચિંધ્યા માર્ગે પર અમે અમારી માંગણી કરી રહ્યા છીએ અમારે ડાયમંડ બુર્સ સામે કોઈપણ પ્રકારનો વાધો નથી પરંતુ અમે અમારી માંગણી ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ અમારી માંગણી પહોંચાડવા માટે લોકશાહી ના રસ્તે અમે અમારી માંગણી કરી રહ્યા છીએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *