કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધનનો દાવો- યુરોપના દેશો જેવી ભારતની હાલત નથી

દેશમાં કોરોના ના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં કોરોનાવાયરસ ની ઝપેટમાં આવી અત્યાર સુધી ૭૦ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે આખી દુનિયામાં 53000 ને આંકડો પાર કરી ચૂક્યો છે. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધન નું માનીએ તો ભારતમાં પરિસ્થિતિ યુરોપિયન દેશો જેવી નથી.

ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે ભારતની પરિસ્થિતિ યુરોપના દેશોની તુલનામાં સારી છે. પાછલા કેટલાક દિવસોમાં સંક્રમણની સંખ્યામાં અચાનક આવેલી ઝડપ એક ઘટનાના કારણે છે. અમારા પ્રયાસો છે કે આ કારણથી મોટા અન્ય પશ્ચિમી દેશોની તુલનામાં આપણી પરિસ્થિતિ ખૂબ જ સારી છે.

સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધને કહ્યું કે ભારતમાં જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં પહેલો કેસ સામે આવ્યો હતો. પશ્ચિમી દેશો તથા યુરોપીયન દેશોની તુલનામાં આ સંખ્યાઓ અવર્ણનીય છે. આ ઘટના સામે લડવા માટે 40 હજાર વેન્ટિલેટર અલગ અલગ હોસ્પિટલમાં છે. સાથે જ તેની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને દાવો કર્યો છે કે વેન્ટિલેટર ની જેમ અન્ય સુરક્ષા ઉપકરણો પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે અને તેમનો ઓર્ડર આપવામાં આવી ગયો છે. જો કોઈ એવી ગંભીર પરિસ્થિતિ સામે આવશે તો તેની સામે લડવામાં આપણે સક્ષમ છીએ. ભારતમાં અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 2500 ને પાર થઈ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *