પોલીસ કર્મીએ ભૂખી મહિલાને ખવડાવ્યું ખાવાનું, લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ: તમે શું કેહશો?

કોરોનાવાયરસ ના સંક્રમણની આશંકાને લઈને lockdown લાગુ કરવામાં આવ્યું છે.લોકો પોતાના ઘરથી બહાર નથી નીકળી રહ્યા છો તેમ જ ઘણા લોકો એવા પણ છે જેમની…

કોરોનાવાયરસ ના સંક્રમણની આશંકાને લઈને lockdown લાગુ કરવામાં આવ્યું છે.લોકો પોતાના ઘરથી બહાર નથી નીકળી રહ્યા છો તેમ જ ઘણા લોકો એવા પણ છે જેમની પાસે ઘર નથી તો ઘણા લોકો પાસે ખાવાનું નથી. એવામાં પ્રશાસન અને પોલીસ કર્મીઓ જગ્યાએ જગ્યાએ સામાન્ય લોકોની મદદ કરી રહ્યા છે.પોલીસ સ્થાનિક લોકોની મદદથી ગરીબ અને રોજની મજૂરી કરતાં પરિવારો સુધી ખાવાનો સામાન પહોંચાડી રહી છે. તેમજ lockdown માં પોલીસનો માનવીય ચહેરો પણ જોવા મળે છે.

આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો ખાખી વર્દી ને સલામ કરી રહ્યા છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા પોલીસકર્મી એ ગરીબ મહિલાને પોતાના હાથથી ખવડાવી રહી છે. લોકો આ વીડિયો અને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ વીડિયોએ દિલ સ્પર્શી લીધું છે.કેટલાક લોકોનું કહેવું છે કે આ વીડિયો જોઈને આંખો ભરાઈ આવી.

વીડિયોમાં દેખાઇ રહેલી એક મહિલા રોડ પર બેઠી જોઈ શકાય છે. તે જગ્યાએ મહિલા પોલીસકર્મી પોતાના હાથથી ખાવાનું એ ગરીબ મહિલાને ખવડાવી રહી છે.જણાવવામાં આવી રહ્યું છે કે જે મહિલા પોલીસકર્મી ખાવાનું ખવડાવી રહી છે તે માનસિક રૂપથી બીમાર છે.

આ વિડીયો ગીતકાર મનોજ એ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે વીડિયો પોસ્ટ કરતા લખ્યુ છે કે હું આ પોલીસવાળા ની ભાષા ન સમજી શકતો પરંતુ એટલું સમજી ગયો કે વર્દી પહેરતી વખતે તેમણે જે શપથ લીધા હતાં તેઓ તેને હજુ પણ યાદ છે. આ વીડિયોને અપલોડ થયા બાદ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની પ્રતિક્રિયા આપી છે.

લોક વિડીયોના ભરપેટ વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે દુઃખ અને આ બધામાં ખાખી સૌનો સાથી.જોકે આ વિડીયો કઈ જગ્યાનો છે તેની પુષ્ટિ નહીં થઈ શકે પરંતુ એક મીટર જ્યારે એક ફોટો અપલોડ કર્યો છે અને તેનો દાવો છે કે આ વિડીયો ઓરિસ્સાનો છે. મહિલા પોલીસકર્મી નું નામ એસ આઈ શુભા શ્રી નાયક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *