શાહ સાથે દુશ્મની જીતુ વાઘાણીને પડશે મોંઘી. નવા પ્રદેશ-પ્રમુખ માટે આવ્યા આ નામો. જાણો અહીં

ભારતના ગૃહમંત્રી અમિત શાહ હાલમાં ગુજરાત મુલાકાતે છે. આવનારા સમયમાં રાજ્યમાં સાત બેઠકો પર પેટાચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ તેમની આ મુલાકાત દરમિયા રાજકીય સોગઠા પણ ગોઠવશે. તો બીજી તરફ ગુજરાત ભાજપ સંગઠનમાં અત્યારે સબ સલામત નથી. તેને લઈને અમિત શાહ નારાજ છે. અને તેને લઈને પણ પ્રદેશ નેતાગીરી સાથે ચર્ચા કરશે. સંગઠન પર્વ પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી કે ક્ષત્રીય નેતાના નામ પર પસંદગી કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે જેને લઈને પણ પ્રદેશ નેતાઓ સાથે અમિત શાહ ચર્ચા કરશે.

હાલમાં જ સંગઠનમાં ફેરફાર થવાના એંધાણ મળ્યા છે.

ભાજપ પાર્ટીમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે. નવેમ્બરનાં અંત સુધીમાં પ્રદેશના નવા નેતાના નામની જાહેરાત થવાની શક્યતા રહેલી છે. તો બીજી તરફ સંગઠન પર્વ પૂર્ણ થયા બાદ રાજ્યમાં મંત્રીમંડળમાં પણ વિસ્તરણ થવાનું છે. જેથી કયા સમીકરણો સાથે આગળ વધવું તેને લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે.

જિતુ વાઘાણીને બનવું છે પ્રધાન…

પ્રદેશ ભાજપના સુત્રોની જો વાત માનીએ તો હાલમાં ભાજપ રાજકીય અને ભૌગોલિક રીતે વિચારણા કરી આગળ ચાલી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણીનો હવે કાર્યકાળ પૂર્ણ થતાં તેમને હવે પ્રધાન બનવું છે. હાઈકમાન્ડ સમક્ષ જીતું વાઘાણીએ ગૃહ વિભાગની માંગણી કરેલી છે. પરંતુ હાઈકમાન્ડ એ અંગે રાજી નહીં હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. જો જીતું વાઘાણીને પ્રધાન મંડળમાં સ્થાન આપવામાં આવે તો પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી કે ક્ષત્રીય નેતા પર હાઈકમાન્ડ પસંદગી ઢોળી શકે છે. અને તેમાં પ્રદેશ પ્રમુખ માટે શંકર ચૌધરી રેસમાં આગળ છે.

મોટો સવાલ: હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ?

ઓબીસી કે ક્ષત્રીય નેતાઓની પસંદગી પાછળ પણ કેટલાક કારણો છે. રાજકીય રીતે જો વાત કરીએ તો ગત ચૂંટણીમાં ભાજપથી ઓબીસી અને ક્ષત્રીય મતદારોએ અંતર રાખ્યું હતું. જેથી તે નેતાઓના નામ પર પસંદગી ઢોળવામાં આવી શકે છે. જેને લઈને પણ હાઈકમાન્ડ સમક્ષ કેટલાક નેતાઓએ રજૂઆત કરી છે. તો આ મુદ્દાને લઈને પણ અમિત શાહ પ્રદેશ નેતાઓ સાથે ચર્ચા કરે તેવી શક્યતા છે.

ભારતીય જનતા પાર્ટીમાં મોટો હોદ્દો મેળવવા લાઇન લાગી છે.

પ્રદેશ ભાજપના નેતાઓ કે જેને પણ હવે પ્રદેશ ભાજપમાં ઉચ્ચ હોદ્દો જોઈએ છે એવા નેતાઓ પણ મહામંત્રીની રેસમાં હોવાનું સામે આવ્યું છે. જેમાં પ્રદીપસિંહ વાઘેલા, નીતિન ભરદ્વાજ, બાબુ ઝેબિલિયા, અમિત ઠાકરના નામ છે. આમ રાજ્યના સંગઠનમાં આગામી સમયમાં થનારા આ તમામ ફેરફાર પર પણ અમિત શાહ રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કરશે. તેમજ બોર્ડ-નિગમની યાદી પણ તૈયારી કરી દેવામાં આવી છે. અને તેના પર આખરી મહોર અમિત શાહ મારી શકે છે. આમ અલગ અલગ મુદ્દા પર અમિત શાહની રાજ્યના નેતાઓ સાથે ચર્ચા થવી સંભવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *