માર્ગ અકસ્માતની કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઈકની કાર કર્ણાટકમાં આવેલ અંકોલામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ છે.
આ દુર્ઘટનામાં શ્રીપદ નાઈકનાં પત્ની વિજયા નાઇક તથા તેમના આસિસ્ટન્ટનું કરુણ મોત થયું છે. નાઈક પણ ખુબ ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે, તેમની પરિસ્થિતિ સ્થિર જણાઈ રહી છે. PM નરેન્દ્ર મોદીએ ગોવાના CM પ્રમોદ સાવંત સાથે વાત કરીને કેન્દ્રીય મંત્રીના ઈલાજની યોગ્ય વ્યવસ્થા કરવાનું જણાવ્યું છે.
નાઈકની સાથે 3 લોકો ઘાયલ :
ગોવાના રહેવાસી નાઇક પોતાનાં પત્ની વિજયાની સાથો ગોકર્ણ તરફ જઈ રહ્યા હતા. યેલ્લાપુરથી ગોકર્ણની વચ્ચે તેમના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો હતો. આ દુર્ઘટનામાં નાઇકનાં પત્ની વિજયા તથા તેમના આસિસ્ટન્ટનું મોત થયું છે. આની સાથે જ મંત્રી શ્રીપદ નાઇક અને અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા મંત્રી :
મળેલ જાણકારી પ્રમાણે શ્રીપદ નાઇક તેમજ તેમના પત્ની સોમવારની સવારમાં ઉત્તર કર્ણાટકમાં આવેલ યેલ્લાપુર ગયા હતા. જ્યાં તેઓએ ગણપતિ મંદિર, કવાદિકરે મંદિર, પંડવાસી ગ્રામ દીવી મંદિર તથા ઈશ્વરા મંદિરમાં દર્શન કર્યા હતા. આ મંદિરમાં નાઇક તથા તેમના પત્નીએ ગણવાહન અનુષ્ઠાન કરાવીને વિશેષ પૂજા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle