Railway Minister Darshana Jardosh: કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના જરદોષે(Railway Minister Darshana Jardosh) કેટલાક યાત્રીઓની માંગણીને ધ્યાનમાં લઇ ચાર સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે.જે 26 જાન્યુઆરી પ્રજાસતાક દિવસથી દોડાવવામાં આવશે. જેનાથી રાજસ્થાનવાસીઓની વધુ ટ્રેનો માટેની માગણી સંતોષાઈ છે. તેમજ આબુમાં ફરવા જતા આ ઉપરાંત શ્રીનાથજી દર્શન કરવા જવા માગતા શ્રદ્ધાળુઓની સુવિધામાં પણ વધારો થશે.
પ્રવાસીઓના ધસારાને પગલે આ ટ્રેનની જાહેરાત કરવામાં આવી
આગામી હોળીનો તહેવાર આવી રહ્યો છે તેમજ એપ્રિલ અને મે મહિનામાં ઉનાળાની સીઝન દરમિયાન શાળાઓમાં રજા હોય છે અને લાખોની સંખ્યામાં લોકો પોત પોતાના વતન જતા હોય છે આ સમયે સૌથી વધુ હાલાકી સુરતમાં રહેતા પરપ્રાંતિય લોકોને થતી હોય હોવાનું સામે આવ્યું છે.ત્યારે પ્રવાસીઓના ધસારાને પગલે આ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે.આ ટ્રેન શરૂ થતા રાજસ્થાન તરફ જતા યાત્રીઓએ રાહત મળશે.
આ ચાર સ્પેશિયલ ટ્રેનો આ મુજબ છે
ટ્રેન નંબર 09035 બાંદ્રા ટર્મિનસ-આબુ રોડ સ્પેશ્યલ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી 21.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 09.30 વાગ્યે આબુ રોડ પહોંચશે.
ટ્રેન નંબર 09037 વલસાડ-રાનીવાડા વિશેષ ટ્રેન વલસાડથી 19.55 પર ઉપડશે અને બીજા દિવસે 05.30 પર રાનીવાડા પહોંચશે.
ટ્રેન નંબર 09015 ઉધના-માવલી વિશેષ ટ્રેન ઉધનાથી 14.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 03.30 વાગ્યે માવલી (નાથદ્વારા)પહોંચશે.
ટ્રેન નંબર 09019 ઉધના-બાલોતરા વિશેષ ટ્રેન ઉધનાથી 14.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 વાગ્યે બાલોતરા પહોંચશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube