ગોળ અને ચણાના અજોડ ફાયદા- ખાસ મહિલાઓ વાંચે આ લેખ

હાલમાં જ એક સંસોધન દરમિયાન જાણવા મળ્યું કે જે મહિલાઓ અઠવાડિયામાં એક વખત ગોળ અને ચણા ખાય છે. તેમને આયર્નની ઉણપ હોતી નથી. નિષ્ણાતોના મતે ગોળ આયર્નનો સમૃદ્ધ સ્ત્રોત છે અને ચણામાં પ્રોટીનની મોટી માત્રા હોય છે. ગોળ અને ચણાના સેવનથી મહિલાઓના માસિક સ્રાવ દરમિયાન લોહીની ઉણપ દુર થાય છે.

એ જ રીતે, શિયાળા દરમિયાન, મહિલાઓએ દરરોજ ઓછામાં ઓછી 40-60 મિનિટ તડકામાં બેસીને તલના લાડુ અથવા ગજક (ચીકી) ખાવા જોઈએ, તેનાથી તેમના શરીરમાં કેલ્શિયમ અને વિટામિન-Dની ઉણપ પૂરી થાય છે. નિષ્ણાતોના મતે, વિટામિન-D મેળવવા માટે, વ્યક્તિએ દરરોજ 40 મિનિટ સૂર્ય સામે બેસવું જોઈએ. આ દરમિયાન શરીરનો 40 ટકા ભાગ સૂર્યપ્રકાશમાં આવવો જોઈએ, તેઓએ વર્ષમાં ઓછામાં ઓછા 40 દિવસ આ કામ સતત કરવું જોઈએ.

ગોળ અને ચણા આયર્નથી ભરપુર હોય છે. ગોળ અને ચણા એનિમિયાથી બચવા માટે અત્યંત મદદરૂપ સાબિત થાય છે. ગોળમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે અને શેકેલા ચણામાં આર્યનની સાથે સાથે પ્રોટીન પણ યોગ્ય માત્રામાં જોવા મળે છે. આ રીતે ગોળ અને ચણાનું મિશ્રણ કરવાથી જરૂરી તત્વોની ઉણપ દુર થાય છે. જે એનિમિયાના રોગ માટે જવાબદાર હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *