જનજાગૃતિ માટે અનોખો પ્રયાસ, રોડ પર બનાવ્યા કોરોનાના ચિત્ર

આખા દેશમાં કોરોના ના વિરુદ્ધ લડાઇ કરવા માટે પ્રયાસો નિર્ણાયક આ સમયગાળામાં પહોંચી ગયા છે. કોરોના થી બચવા માટે દેશવ્યાપી સ્તર પર બીજા ફેઝનું lockdown પણ એલાન કરવામાં આવ્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઇ ને આખું સરકારી ખાતુ સતત જનતાથી lockdown ના નિયમો નું પાલન કરાવી રહી છે.પરંતુ હજુ પણ સમાજમાં કેટલાક એવા લોકો છે જે lockdown ના લીરેલીરા ઊડી રહ્યા છે અને વગર કોઈ કારણે રોડ પર ફરી રહ્યા છે.

આવા લોકોને જાગૃત કરવા માટે ઉત્તર પ્રદેશના chandauli જિલ્લામાં એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અહીંયા ડામરના રોડ પર કોરોના ના ચિત્રો દોરી લોકોને lockdown નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ અનોખુ અભિયાન ચડોલી જિલ્લાના દીનદયાળ નગર માં ચલાવવામાં આવી રહ્યું છે.અભિયાન અંતર્ગત શહેરના દરેક ચાર રસ્તા પર કોરોના ના ચિત્રો દોરવાના આવી રહ્યા છે.

હકીકતમાં કોરોનાવાયરસ ના સંક્રમણથી બચાવવા માટે દેશવ્યાપી lockdown ચાલી રહ્યું છે.આ દરમિયાન લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ છે અને સામાજિક અંતર રાખવાની અપીલ કરવામાં આવી છે. તેમજ તેના માટે આ નિયમોનું પાલન કરે એટલા માટે દેશના પ્રધાનમંત્રી પણ સતત લોકોને અપીલ કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકો બિનજરૂરી રીતે રોડ પર આંટાફેરા કરી રહ્યા છે.

એવા જ લોકોને જાગૃત કરવા માટે દીન-દયાળ નગરના કેટલાક નવયુવાનો એ શહેરના ચાર રસ્તા પર કોરોના પેઇન્ટિંગ દોરી રહ્યા છે અને lockdown ના નિયમો નું પાલન કરવાથી કોરોના થી બચાવવાનો સંદેશો આપી રહ્યા છે.

પેઇન્ટિંગ કરનાર એક યુવક ગોપાલ સિંહનું કહેવું છે કે સરકારની અપીલ હોવા છતાં લોકો રોડ ઉપર ફરી રહ્યા છે એ જ કારણે અમે લોકો દરેક ચાર રસ્તા પર પેઇન્ટિંગ બનાવીને લોકોને જાગૃત કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *