નેતાજી સુભાષચંદ્ર બોઝને તો કોણ ન ઓળખતું હોય! તેઓને ‘આઝાદ હિંદ ફૌજ’ નાં સંસ્થાપક ગણવામાં આવે છે ત્યારે આજે એટલે કે, 23 જાન્યુઆરીનાં રોજ એમનો 125 મો જન્મદિન છે. એમની 125મી જન્મજયંતી નિમિત્તે રાજ્યમાં આવેલ સુરત શહેરના એક બાળ કલાકારે ફક્ત અઢી કલાકમાં નેતાજીનું હૂબહૂ સ્કેચ બનાવીને અનોખી ભેટ અર્પણ કરી છે.
12 વર્ષીય હેમીશે લોકડાઉનમાં મોબાઈલ તથા TV જેવાં ઉપકરણોથી દૂર રહીને આર્ટિસ્ટ બનીને બીજા બાળ વિદ્યાર્થીઓમાં એક ઉદાહરણ બની ગયો છે. છેલ્લાં 4 વર્ષથી અનેક સ્પોર્ટ્સમેન, ભગવાન તથા સ્વામી વિવેકાનંદની સાથે સુભાષચંદ્ર બોઝનો સ્કેચ બનાવનાર હેમીશ વડાપ્રધાન મોદીને પોતાના આદર્શ ગુરુ માને છે.
મોબાઇલ તથા TVથી દૂર રહી સ્કેચ બનાવ્યા :
ઘોડદોડ રોડ પર આવેલ પંચોલી સોસાયટીમાં રહેતાં 12 વર્ષીય હેમીશ ચેતનભાઈ મહેતા ધોરણ 6માં અભ્યાસ કરી રહ્યો છે. એમનાં પિતા કમ્પ્યુટરના વ્યવસાયની સાથે જોડાયેલા છે જ્યારે માતા કોલેજમાં પ્રોફેસર છે. હેમીશ જણાવે છે કે, તે છેલ્લા 4 વર્ષથી સ્કેચ બનાવી રહ્યો છે. માતાનું પ્રોત્સાહન તમામ સ્કેચને આસાન બનાવી દે છે. ગૂગલ પર બાળકોને સ્કેચ બનાવતા જોઈ ઉત્સાહ જાગ્યો અને લોકડાઉનમાં ઘરે અભ્યાસની સાથે મોબાઈલ તથા TVથી દૂર રહીને સ્કેચ બનાવ્યા છે.
સ્કેચ તૈયાર કરતાં ઓછામાં ઓછા અઢી કલાક થાય :
હેમીશ જણાવે છે કે, કોઈપણ સ્કેચ તૈયાર કરતા ઓછામાં ઓછા અઢી કલાકનો સમય લાગે છે. હાલમાં તૈયાર કરવામાં આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝનું હૂબહૂ સ્કેચ બનાવવા પાછળનો મુખ્ય ધ્યેય એ હતો કે, દેશના લોકપ્રિય નેતા સુભાષચંદ્ર બોઝનો આજે જન્મદિન છે. બસ, પછી તેમને એક અનોખી ભેટ આપવા માટે આ સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે.
બાળ વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો :
હું મારા જેવા તમામ બાળ વિદ્યાર્થીઓને એક જ સંદેશો આપવા માગું છું કે, નવરાશનાં સમયમાં મોબાઈલ તથા TV જેવા આંખો બગાડતાં ઉપકરણો જોવા અથવા તો સાંભળવા કરતાં કોઈપણ સારી પ્રવૃત્તિ જેવી કે ડ્રોઈંગમાં પણ રસ લેવાથી એક પ્લેટફોર્મ ચોક્કસ મળે છે. બીજું કંઈ નહીં તો એ પ્લેટફોર્મ કદાચ તમારી ઓળખ બનાવી શકે છે, એટલે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોથી દૂર રહેવાનું ભૂલશો નહિ.
પરિવારના સભ્યો ખૂબ જ ઉત્સાહી :
લોકડાઉનમાં અનેક મહાનુભવો, સ્પોર્ટ્સમેન, સ્પાઇડર મેન તથા ભગવાનના સ્કેચ બનાવ્યા છે. માતા-પિતા, બહેન તથા દાદી પણ હેમીશના સ્કેચ બનાવવાની કલાકારીથી ખૂબ જ ઉત્સાહી છે. હેમીશ ફક્ત સ્કેચ સાથે જ નહીં પરંતુ ચેસનો એક સારો ખેલાડી તેમજ ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદનો ફ્રેન્ડ પણ છે. હેમીશ પોતાની સ્કેચ બનાવવા પાછળની કલાકારી બદલ સ્કૂલ-ટ્યૂશનના શિક્ષક તથા ખાસ કરીને માતાને પોતાનો શ્રેય આપે છે.
હેમીશે તૈયાર કરેલા સ્કેચ :
હેમીશે અત્યાર સુધીમાં તૈયાર કરેલા સ્કેચમાં વિશ્વના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી મેસી, ઇન્ટરનેશનલ ક્રિકેટર વિરાટ કોહલી, હાલ વિવાદમાં આવેલ મુંબઈના પત્રકાર અર્નબ ગોસ્વામી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, મહાદેવ, ગણેશજી, બાળ કૃષ્ણ સહિત અનેકવિધ સ્કેચ હેમીશના ઘરની દીવાલોને સુશોભિત કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle