Weeding News: હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કારો પૈકી લગ્ન એક સંસ્કાર છે. લગ્ન પવિત્ર બંધન છે. વર-કન્યાના દાંપત્ય જીવનનો સમજદારી અને વફદારી સાથે સુખી જીવન માટેનો પ્રારંભ (Weeding News) છે. હિન્દુ સમાજમાં લગ્ન વ્યવસ્થા મજબૂત છે. મનુષ્ય જીવનની સાર્થકતા સુખી દાંપત્યજીવન જીવવું તે છે.ત્યારે સુરતના વઘાસીયા પરિવાર દ્વારા વિચારોનો વિવાહોસ્તવ યોજવા જઈ રહ્યો છે. જી…હા, સાંભળીને નવાઈ લાગીને??
વિચારોનો વિવાહોસ્તવ વિષે જો આપણે વાત કરીએ તો, વઘાસીયા પરિવારમાં એવી રુડી શરણાઈઓ ગૂંજશે, ઢોલ ઢબૂકશે પરંતુ આ બધાની વચ્ચે વિચારોના ફેરા અને વિશિષ્ટ કન્યાદાન પણ થશે.આ લગ્નની એક અનોખી પહેલે આજની પેઢીને એક ખુબ સારો સંદેશ આપ્યો છે.વિચારોના પહેલા ફેરાની અંદર વઘાસીયા પરિવારે કહ્યું છે કે પહેલા ફેરામાં દીકરીને કન્યાદાનમાં પુસ્તક અર્પણ કરીને વિચાર અને જ્ઞાનનો ખજાનો આપીશું, જેથી કરીને તેની જિંદગીમાં ક્યારેય પણ કપરી પરિસ્થિતિ આવે તો તેમાંથી તે બહાર આવી શકે.
બીજા ફેરાના સંકલ્પમાં દીકરીને દરેક પરિસ્થિતિમાં સ્વતંત્ર અને આત્મનિર્ભર બની શકે તે માટે સ્કિલ બિઝનેસ એટલે કે રોજગારીની તક આપીશું.જે સખત પરિસ્થતિમાં અડીખમ ઉભા રહેવા માટે બળ આપશે.
ત્રીજા ફેરાના સંકલ્પમાં ભવિષ્યનું નિર્માણ કરવામાં આવશે. નવું દાંપત્ય જીવન એક નવા સપનાની શરૂઆત છે. જેને બચત રોકાણ દ્વારા નાણાકીય ભવિષ્ય સુદઢ બનાવવામાં આવશે. જેમાં લગ્નના પહેલા દિવસથી જ નાની અને બચત રોકાણની શરૂઆત કરવામાં આવશે.
ચોથા ફેરાના સંકલ્પના સફળ અને સુરક્ષિત જીવન માટે પારિવારિક નાણાકીય સુરક્ષા સાથે ઇન્સ્યોરન્સ દાંપત્ય જીવનની શ્રેષ્ઠ ભેટ તરીકે અર્પણ કરવામાં આવશે. એટલે કે કોઈપણ પરિસ્થિતિમાં પરિવાર સુરક્ષિત રહે.
ઘણીવાર દીકરીને આપણે કરિયાર્વરના નામે ફાલતુની પણ વસ્તુ આપી દઈએ છીએ. એવું વિચારી છીએ કે તેનાથી સમાજમાં મોભો પડશે પરંતુ ખરેખર હવે થોભો! થોડું વિચારો…લગ્નપ્રસંગો પાછળ થતા બેફમ ખર્ચા હવે બંધ કરવાની જરૂર છે અને જો તમારે તમારી દીકરીને કન્યાદાન અથવા કરિયાવરમાં ક્સુ આપવું જ છે તો આ ચાર વસ્તુઓ આપીને તેના ભવિષ્યને સુરક્ષિત બનાવો. હવે સમજવાનો સમય આવી ગયો છે અને સમાજને અપીલ કરી છે કે, દરેક પરિવાર દીકરીના લગ્નમાં કન્યાને એફ્ડી અથવા રોકડ રકમ આપે તે જ ખરી સમજદારી છે.
કાનમાં કહું..!
લગ્ન પાછળના ખોટા ખર્ચ બંધ કરવા વિવેક અને સાહસની જરૂર છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App