આજે જ પતાવી દેજો બેંકના જરૂરી કામકાજ: આવતા મહીને 13 દિવસ બંધ રહેશે બેંકો, વાંચી લો લીસ્ટ…

જો તમે એવુ વિચારીને બેંકના કામ ટાળી રહ્યો છો કે, પછી કરી લઈશું તો હવે તમારે લાંબી રાહ જોવી પડશે. બેંકના કામને આગામી મહિને કરવાના…

જો તમે એવુ વિચારીને બેંકના કામ ટાળી રહ્યો છો કે, પછી કરી લઈશું તો હવે તમારે લાંબી રાહ જોવી પડશે. બેંકના કામને આગામી મહિને કરવાના બદલે હમણા જ પતાવી દેજો. કારણ કે, મે મહિનામાં બેંકોમાં ઉપરાઉપરી કેટલીય રજાઓ રહેવાની છે. તેવા સમયમાં તમારું કામ રાજાના સમયે અટવાય ન જાય. એવું પણ બની શકે છે કે, તમે જે રાજ્યમાં રહો છો તે જગ્યાએ બેંકમાં જાહેર રજા હોય તો તમારું કામ અટકી શકે છે. એવામાં તમારે રજાઓનું લિસ્ટ જાણવુ ખૂબ જરૂરી છે.

તમને જણાવી દઈએ કે, આરબીઆઈ બેંક અલગ અલગ રાજ્યોના હિસાબે રજાઓને નક્કી કરે છે. RBIની યાદી અનુસાર, આ મહિને કુલ 13 દિવસ બંધ રહેશે (મે 2022માં બેંક રજાઓ). આવી સ્થિતિમાં, જો તમારે કોઈ મહત્વપૂર્ણ કાર્યને નિપટવું હોય, તો પહેલા તેની યોજના બનાવો અને તેને ડીલ કરો.

રજાઓની યાદી રાજ્યોના આધારે નક્કી કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, બેંક રજાઓની યાદી રાજ્યોના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક રાજ્યમાં તેના સ્થાનિક તહેવારો અનુસાર રજાઓ આપવામાં આવે છે. મે મહિના માટે આરબીઆઈની યાદી અનુસાર મે મહિનાના પહેલા ચાર દિવસ સતત રજાઓ રહેશે. આવી સ્થિતિમાં, જો તમારે આ ચાર દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું છે, તો તે મહત્વપૂર્ણ કામ એપ્રિલ મહિનામાં જ કરો. તો ચાલો અમે તમને જણાવીએ કે રાજ્યો અનુસાર મે મહિનાની રજાઓની યાદી-

મે 2022માં આટલા દિવસો સુધી બંધ રહેશે બેંકો 
1 મે ​​- મજૂર દિવસ / મહારાષ્ટ્ર દિવસ / રવિવાર (દેશભરમાં બેંકો બંધ રહેશે)
2 મે – ભગવાન શ્રી પરશુરામ જયંતિ (ઘણા રાજ્યોમાં રજા)

3 મે – ઈદ-ઉલ-ફિત્ર (લગભગ આખા દેશમાં રજા), બસવ જયંતિ (કર્ણાટક)
4 મે – ઈદ-ઉલ-ફિત્ર (તેલંગાણા)

8 મે-રવિવાર
9 મે – ગુરુ રવિન્દ્રનાથ જયંતિ (પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા)

14 મે – બીજો શનિવાર
15 મે – રવિવાર

16 મે – બુદ્ધ પૂર્ણિમા (દેશભરમાં બેંકો બંધ રહેશે)
22 મે – રવિવાર

24 મે – કાઝી નઝરુલ ઇસ્લામ જન્મદિવસ (સિક્કિમ)
28 મે – ચોથો શનિવાર
29 મે – રવિવાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *