આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈને લોકોની વાત સાંભળી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળીયા, ઇસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવિણ રામ ગામડે ગામડે જઈને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને ગામડે ગામડે જન સંવેદના મુલાકાત કરી રહ્યા છે.
અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.
ત્યારે હવે દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધી રહ્યા છે. જેને કારણે જનતાને ખુબ જ મુશ્કેલી પડી રહી છે અને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ત્યારે હવે સુરત શહેરમાં પણ પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાનો વિરોધ જોવા મળી રહ્યો છે.
આમ આદમી પાર્ટી સુરત દ્વારા પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને કારણે અને સ્કુલ ફી વધારા સામે અનોખી રીતે વિરોધ નોંધવામાં આવ્યો છે. ત્યારે સુરત શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ પંકજ ધામેલીયાની આગેવાનીમાં સુરતના અડાજણ, સિટીલાઈટ અને ભાગળ વિસ્તારમાં ચાર રસ્તા પર પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા અને સ્કૂલ ફી વધારા સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટીના યુથ વિંગના કાર્યકર્તાઓએ પૈસાના ભાવે પોતાની કાર અને બાઈકો વેચવા માટે કાઢીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ કરતાની સાથે જનતાનો સાથ પણ મળ્યો હતો. પેટ્રોલ-ડીઝલનો ભાવ વધવાને કારણે સામાન્ય જનતા પર માર પડી રહ્યો છે. આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.