હાલ આખું વિશ્વ કોરોના સામે એકજુથ થઈને લડી રહ્યું છે, કોરોનાને હરાવવા આજે ઘણા બધા યોધ્ધાઓ સામે આવ્યા છે. આજે કોરોના સામે લડવા સૌથી મોટા હથિયારની જરૂર હોય તો એ છે આપણી અને બીજાની સંભાળ. જો આપણે આપણી અને બીજાની સંભાળ રાખીને આગળ વધીશું તો આ કોરોના વાયરસ નાબુદ કરી શકાશે. આજના સમયમાં લોકો નાતજાત ભૂલીને લોકોની મદદે આવ્યા છે. હાલ ઘણી એવી સંસ્થાઓ છે જે કોરોના સામે લડવા માટે લોકોને જાગૃત કરી રહી છે અને જરૂરિયાતમંદ લોકોની મદદે પહોચી રહી છે.
વિવિધ સંસ્થાઓની સાથે-સાથે ઘણા પરિવાર પણ કોરોના સામેની લડતમાં એક સાચા કોરોના વોરિયર્સ સાબિત થયા છે. અહિયાં વાત થઇ રહી છે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા ગુણવંતભાઈ સરવૈયા અને તેમના પરિવારની. જેમનુ ગામ ગીર તાતણીયા અને હાલ સિંગણપુર ચાર રસ્તા સ્થિત ન્યુ ત્રીવેણી સોસાયટીમાં વસવાટ કરી રહ્યા છે. આજના સમયમાં ગુણવંતભાઈ અને તેમનો પરિવાર એક સાચા કોરોના વોરિયર્સ સાબિત થયો છે. ગુણવંતભાઈને લોકડાઉન થતા એક શુભ વિચાર તેમના મનમાં આવ્યો કે એક તરફ લોકો માસની કાળાબજારી કરી રહ્યા છે અને લોકોને લુટી રહ્યા છે. તેવામાં ગુણવંતભાઈએ દરેક જરૂરિયાતમંદ લોકોને મફતમાં માસ્ક વહેચવાનું ચાલુ કર્યું.
ગુણવંતભાઈના પરિવારમાં 7 સભ્યો છે. અને ગુણવંતભાઈના આ એક સંકલ્પથી તેમની બંને દીકરીઓએ દરોજ્જના 100 થી 200 માસ્ક બનવાનું ચાલુ કરી દીધું. લોકડાઉનના સમયમાં સ્વાભાવિક છે કે આર્થિક રીતે અને હાલ મંદીનો માહોલ હોવા છતાં સ્વખર્ચે સારી ગુણવત્તા વાળા માસ્ક બનાવીને દરેક લોકો સુધી પહોચાડ્યા હતા. સાથે-સાથે ગુણવંતભાઈએ ઘણા પોલીસ સ્ટેસનમાં પણ માસ્કનું વિતરણ કર્યું હતું.
ગુણવંતભાઈએ જણાવતા કહ્યું હતું કે “મારી બંને દીકરી (નીરાહી અને મોહિની(રાધા)) રોજ મોડી રાતના બે બે વાગ્યા સુધી માસ્ક બનાવે છે અને સાંજના સમયે હું આ માસ્ક જરૂરિયાત મંદ લોકો સુધી પહોચાડી આવું છું.” સાથે-સાથે ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે “મારા ભત્રીજા રાહુલભાઈ દુલાભાઈ સરવૈયાએ પણ આ માસ્ક વિતરણમાં ઘણી સેવા બજાવી છે”. તો હાલ એક તરફ કોરોનાથી લાખો કરોડો લોકો પીડાઈ રહ્યા છે તેવી પરિસ્થતિ કોઈ બીજાને ના ભોગવવી પડે તે માટે ગુણવંતભાઈ સ્વખર્ચે માસ્ક બનાવી દરેક લોકો સુધી પહોચાડી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news