રાજ્યમાં આવેલ સુરત શહેરનાં ગૌરવમાં વધારો થયો છે. શહેરમાં રહેતી ફક્ત 11 વર્ષની સિદ્ધિ પટેલની નામની બાળકીએ એક મહિનામાં 3 રેકોર્ડ બનાવીને એક અનોખી સફળતા હાંસલ કરી છે. સિદ્ધિએ ‘એશિયા બૂક ઓફ રેકોર્ડ’ની સાથે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની સાથે કોવિડ-19 પર આયોજિત સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરીને બાળ વિધાર્થીઓમાં એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
કોરોના મહામારીમાં 8 માસમાં સિદ્ધિએ અનેક ક્રિએટિવ એક્ટિવિટીઓની સાથે રેકોર્ડ બનાવીને હાલમાં ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવા માટે પિસ્તોલ તાલીમની શરૂઆત કરી છે. સમગ્ર દેશ માટે ગોલ્ડ મેડલ હાંસલ કરીને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવવાની સિદ્ધિ પટેલ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે.
કોવિડ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો :
કોવિડ-19 ગુજરાત સરકારની કોમ્પિટિશન હતી કે, જેમાં ઇનોવેટિવ વીડિયો 2 મિનિટના બનાવવાના હતાં. રોગ પ્રતિકારક શક્તિમાં કેવી રીતે વધારો કરી શકાય તે વિષય પર હતી કે, જેમાં ‘ઘરમાં રહો સુરક્ષિત રહો’નો વીડિયો સિદ્ધિ પટેલ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
જેને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો. હજારો-લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો કે, જેમાં સિદ્ધિ પટેલે પોતાની કળાથી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ બાબત એક ખુબ ગર્વની છે. સમગ્ર શહેરની શાનમાં વધારો કર્યો છે.
કોવિડ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો :
કોવિડ-19 ગુજરાત સરકારની કોમ્પિટિશન હતી કે, જેમાં ઇનોવેટિવ વીડિયો 2 મિનિટના બનાવવાના હતાં. રોગ પ્રતિકારક શક્તિમાં કેવી રીતે વધારો કરી શકાય તે વિષય પર હતી કે, જેમાં ‘ઘરમાં રહો સુરક્ષિત રહો’નો વીડિયો સિદ્ધિ પટેલે બનાવ્યો હતો કે, જેને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. હજારો-લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
માતા-પિતાના સપોર્ટથી સફળતા મળી:
11 વર્ષીય સિદ્ધિ તરુણ પટેલ શિલાલેખ એપાર્ટમેન્ટ અડાજણ પાલ રોડ ખાતે રહે છે. ધોરણ- 6ની વિદ્યાર્થિની સિદ્ધિના પિતા કાર ગેરેજનો વર્ક શોપ ચલાવી રહ્યાં છે. માતા ડો. અમિષા પટેલ આયુર્વેદિક નિષ્ણાંત છે. સિદ્ધિને ડ્રોઈંગ તથા ક્રિએટિવ કરવાની રુચી રહેલી છે. માતા પિતા સિદ્ધિને કંઈને કંઈક નવું કરવાની ઉત્સુકતાને પ્રેરણાની સાથે સપોર્ટ પણ કરે છે. એકની એક દીકરીની સફળતાથી માતા-પિતા ખુબ ખુશ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle