કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. જેને લીધે ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતને ભેટ્યા છે. જયારે બીજી લહેરે લોકોને હોસ્પીટલમાં બેડ મેળવવા અને ઓક્સીજન મેળવવા આમથી તેમ દોડતા કરી દીધા છે. ત્યારે સરકારે કોરોના સામે લડવા માટે હથિયાર સ્વરૂપે વેક્સિન મુકાવવાની સલાહ આપી છે. જયારે લોકોમાં રસી પ્રત્યે ખુબ જાગૃતિ આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણે કે ઠેર ઠેર લોકોની રસી લેવા માટેની લાઈન જોવા મળી રહી છે.
લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે જેમને કારણે મોટા શહેરમાં થતું ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનના કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં લોકો વેસ્કીન મુકાવવા આવે છે જેને લીધે કાર્યક્રમોને સફળતા મળી રહી છે અને લોકો પોતાની ગાડી લઈને લાંબી કતારમાં વેક્સિન માટે ઉભા રહે છે. ત્યારે હાલમાં જ એક વખાણવા લાયક કિસ્સો સામે આવ્યો છે. જાણીએ સમગ્ર કિસ્સા વિશે…
હાલમાં જ જેતપુર તાલુકાના મંડલિકપૂર ગામમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. આ ગામમાં બળદગાડા થ્રુ વેક્સીન લઇ રહ્યા હોય તેવા દર્શ્યો સામે આવ્યા છે. મંડલીકપુર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં જે ગામવાસીઓને રસીનો બીજો ડોઝ લેવાનો બાકી હતો તેમના માટે વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મંડલિકપૂર ગામના એક વૃદ્ધ માજી શાંતાબેનને બીજો રસીનો ડોઝ લેવાની બાકી હતો. પણ તે વૃદ્ધ માજીને પગની તકલીફ હોવાથી ચાલીને રસી મુકાવવા જવું મુશ્કેલ હતું. જેથી દાદીમાં પોતાના બળદગાડામાં બેસીને ગામની પ્રાથમિક સરકારી શાળામાં રસી મુકાવવા માટે પહોચ્યા હતા.
આ પરથી કહી શકાય કે ઘણા લોકોએ રસી લેવા પ્રત્યે જાગ્રુતતા દાખવી છે. જેને કારણે લોકો લાંબી કતારમાં ઉભા રહીને પણ રસીકરણ કરાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.