કોરોનાના ને કારણે લાગુ કરાયેલા લોકડાઉનની પરિસ્થતિમાં દેશભરની યુનિવર્સિટી અને કોલેજોમાં પરીક્ષાને મુદ્દે મૂંઝવણની સ્થિતિ ચાલી રહી છે. કોલેજ અને યુનિવર્સિટીમાં પરીક્ષા લેવી કે કેમ એ મુદ્દે વિદ્યાર્થી, વાલી, અધ્યાપક, આચાર્યો વિચાર કરી રહ્યા છે. એવામાં UGC એ પરીક્ષા મુદ્દે બનાવેલી સમિતિએ જુલાઈમાં પરીક્ષા અને પરિણામ જાહેર કરવા સાથે ઓગસ્ટમાં નવું સત્ર શરૂ કરવાની ભલામણ કરી છે. જો કે, હજુ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ચર્ચા-વિચારણા બાદ આખરી નિર્ણય લેવાશે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા પરીક્ષા અને નવા સત્ર અંગે પ્રો.આર.સી.કુહાડની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં હતી. આ સમિતિએ 24 એપ્રિલે જ રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટ પર ચર્ચા-વિચારણા બાદ અઠવાડિયામાં UGC દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાશે. જો કે, તે પૂર્વે સમિતિએ કરેલી ભલામણનો રિપોર્ટ સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો હતો. જેમાં જુલાઈમાં પરીક્ષા અને ઓગસ્ટમાં નવું સત્ર શરૂ કરવાની ભલામણ કરવામાં આવી હોવાથી તર્ક-વિતર્કનો દોર શરૂ થઈ ગયો હતો. ભલામણમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવાની સાથે જ કોલેજ, યુનિવર્સિટીમાં પરીક્ષા લેવાની તાકીદ કરવામાં આવી હતી. જ્યારે 70 ગુણની યુનિવર્સિટી પરીક્ષા અને 30 ગુણ મૂલ્યાંકનના મળીને 100 ગુણની પરીક્ષા લેવા પર ભાર મુકાયો છે.
15 મે સુધી ઈ-લર્નિગ થકી વિદ્યાર્થીઓ ઘર બેઠા અભ્યાસ કરે એવા પ્રયાસ કરો. 16 થી 31 મે સુધીમાં ડિજિટલ માધ્યમ થકી ડેઝર્ટેશન, પ્રોજેક્ટ વર્ક, અસાનઈનમેન્ટ લો. જૂનમાં વેકેશન 1-15 જુલાઈ વચ્ચે એટીકેટી, 16-31 જુલાઈ વચ્ચે રેગ્યુલર પરીક્ષા. 31 જુલાઈએ ATKT અને 14 ઓગસ્ટે રેગ્યુલર પરીક્ષાનું પરિણામ જાહેર કરો. નવા સત્ર માટે 1 થી 31 ઓગસ્ટ સુધીમાં પ્રવેશ પ્રક્રિયા કરો. 1 જુલાઈથી નવા વર્ગો શરૂ કરો. દ્વિતીય અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓના વર્ગો 1 ઓગસ્ટથી શરૂ કરો. 1 થી 25 જાન્યુઆરી-2021 સુધીમાં પરીક્ષા અને 26 મે થી 25 જૂન સુધીમાં અન્ય પરીક્ષા લો.
આ સમિતિએ પરીક્ષાની પદ્ધતિ માટે પણ વિવિધ સૂચનો કર્યા છે. જેમાં યુનિવર્સિટી કોઈપણ વૈકલ્પિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને MCQ-OMR પદ્ધતિ આધારિત પરીક્ષા, ઓપન બુક એકઝામ, ઓપન ચોઈસ, અસાનઈમેન્ટ-પ્રિપેરેશન આધારિત મૂલ્યાંકન કરી શકે એ માટે મંજૂરી આપવામાં આવી છે. યુનિવર્સીટી ઓનલાઇન કે ઓફલાઈન પરીક્ષા લઇ શકે છે. ધારે તો પરીક્ષાનો સમય 3 કલાકથી 2 કલાકની કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news