ઊંઝા પોલીસે આ રીતે ગણતરીના કલાકોમાં જ ઉકેલ્યો લૂંટનો ભેદ- તમે પણ જાણો કેવી રીતે કરી હતી લુંટ

થોડાક સમય પહેલા ઊંઝા થી ઐઠોર વચ્ચે એક નિવૃત શિક્ષક લૂંટાયા હતા જેમાં ઊંઝા એસબીઆઇ બેંકમાંથી પૈસા ઉપાડી ને આવેલ ઊંઝા ઐઠોર ચોકડી પાસે ઉભેલા નિવૃત શિક્ષકને એક સફેદ ગાડી એ લિફ્ટ આપી હતી અને ત્યારબાદ તેમાં બેસેલ અજાણ્યા શખ્સોએ તેમની પાસે રહેલી થેલીમાંથી બ્લેડ મારી ને 45 હજાર રૂપિયા પડાવી લીધા હતા.જેનો ગુનો ઊંઝા પોલીસ મથકે નોંધાયો હતો.

આ ઘટના બાદ તત્કાલીન પી.આઇ.ભાવેશ રાઠોડની સૂચના મુજબ પોલીસ ટીમે સ્થળ ઉપર જઈને સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ હાથ ધરી હતી.જેમાં એક આરોપી- કરણ સનઓફ ખિમાભાઇ દેવાતભાઇ (દેવીપુજક) ઉ.વ.૨૧ રહે-અમદાવાદ, નરોડા નજીક આવેલ નોબલ નગર, પોલીસ ચોકીની બાજુમાં, નોબલ નગર ચાલી તા.જી.અમદાવાદ મુળ રહે-રાસ્કા, બસ સ્ટેશન પાસે તા.મહેમદાવાદ જી.ખેડા વાળાને અમદાવાદ મુકામેથી ઝડપી પાડી ગુનામાં વાપરેલ વાહન-સફેદ કલરની ટાટા કંપનીની ઇન્ડીકા વિસ્ટા ગાડી નં- જી.જે-૦૧-કે.બી-૦૬૦૯ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ની તથા રોકડ રકમ રૂ.૨૧,૦૦૦/- રીકવર કરી આરોપીને મુદામાલ સાથે હસ્તગત કરી આગળની વધુ તપાસ .પો.સબ ઇન્સ. કે.એમ.ચાવડા ચલાવી રહેલ છે.

આમ, ઉઝા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં મિલક્ત સંબંધી વણ-શોધાયેલ ગુનો ડીટેક્ટ કરવામાં સફળતા મેળવેલ છે.

જે વ્યક્તિ વિકાસ દુબેની ખબર યોગી સરકારને આપશે તેને મળશે આટલા લાખ રૂપિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *