અવારનવાર અકસ્માતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના ગુજરાતમાં આવેલ ભરૂચ જીલ્લામાંથી સામે આવી રહી છે. ભરૂચમાં આવેલ ઝઘડિયા ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે વહેલી સવારમાં એક અજાણ્યા વાહન ચાલકે કુલ 4 લોકોને અડફેટે લઈ લીધા હતા.
જેમાં કુલ 3 મહિલાઓનું કમકમાટીભર્યું મોત થયું છે તો એક પુરુષની હાલત ખુબ ગંભીર છે. અકસ્માતની ઘટના બન્યાં પછી સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. એક સાથે કુલ 3 લોકોના મોત થવાંથી સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં પોલીસે અજાણ્યા વાહન ચાલકને પકડવા માટેની તપાસ શરુ કરી છે.
શાકભાજી વેચનાર કુલ 3 મહિલાના નીપજ્યા મોત :
મળેલ જાણકારી પ્રમાણે ઝઘડિયા ગુમાનદેવ હનુમાનજી મંદિરના રોડ પર શાકભાજી માર્કેટ ભરાય છે. અહીં ગામડાની મહિલાઓ શાકભાજી વેચવાનો વ્યવસાય કરે છે. રોડની બંને બાજુ શાકભાજીની લારીઓ વહેલી સવારથી લાગી જાય છે.
આજે વહેલી સવારમાં એક અજાણ્યા વાહને શાકભાજી વેચતી મહિલાઓને અડફેટે લઈ લીધી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કુલ 3 મહિલાના ઘટનાસ્થળ પર મોત થયાં હતા. આની સાથે જ એક પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
અકસ્માત પછી સ્થાનિકોનો રોષ :
અકસ્માતની ઘટના બન્યાં પછી પોલીસતંત્ર પણ દોડતું થઈ ગયું હતું. ઝઘડિયા પોલીસે અજાણ્યા વાહનચાલકને પકડી પાડવા માટે તપાસ શરુ કરી દીધી છે. રસ્તા પર બમ્પર ન હોવાને કારણે બમ્પર બનાવવાની માંગણીની સાથે જ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. બમ્પર ન હોવાને કારણે અહીયા ઘણીવાર અકસ્માત સર્જાય છે તથા લોકોના જીવ જોખમમાં મૂકાય છે. ગુમાનદેવ પાસે રસ્તા પર મૃતદેહોને મૂકી લોકોએ તાત્કાલિક બમ્પર બનાવવાની માંગ કરી હતી
CCTV ન બતાવતા મંદિરના મહારાજને માર માર્યો :
ઘટનાસ્થળની નજીક આવેલ ગુમાનદેવ મંદિરની બહાર CCTV કેમેરા લાગ્યા હતા ત્યારે સ્થાનિકોએ મંદિરના મહારાજને CCTV બતાવવા માટેની માંગ કરી હતી, જેને લીધે કઈ ગાડી તથા કયા ચાલકે અકસ્માત કર્યો એ જાણી શકાય. મહારાજે લોકોની સાથે કરેલ ઉદ્ધતાઈભર્યા વર્તનથી CCTV બતાવવાની ના પાડી દીધી હતી.
મંદિરના CCTV કેમેરા ચાલતા ન હોવાનું મહારાજે જણાવતા લોકોનું ટોળુ ઉશ્કેરાઈ ગયું હતું. તેથી મદદ ન કરતા મહારાજને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. એકત્ર થયેલ મહિલાઓએ ધક્કા મુક્કી કરીને મંદિરના મહારાજને બહાર લઈ આવીને એમની જાહેરમાં ધોલાઈ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle