ઉન્નાવ બળાત્કાર કેસ: આખરે ભાજપનો ધારાસભ્ય જ નીકળ્યો મુખ્ય કારીગર

ઉતરપ્રદેશના ઉન્નાવ બળાત્કાર કેસમાં દિલ્હી કોર્ટે ચુકાદો આપતા ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્હીની તીસ હજારી કોર્ટે દોષી જાહેર કર્યો છે, અને બીજો એક આરોપી શશિ સિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ભાજપમાંથી હાકી કાઢવામાં આવેલા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર મુખ્ય આરોપી જાહેર કર્યો છે. પોલીસના કહ્યા મુજબ, સેંગર અને તેના સાથીઓએ 2017માં સગીરાનું અપહરણ કરીને સામુહિક બળાત્કાર કર્યું હતું. આ ઘટનાના લગભગ અઢી વર્ષ પછી કોર્ટમાં ગયા મંગળવારે સુનાવણી પુરી થઈ હતી. હાલ પીડિતા દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના પિતા-કાકી-માસી મૃત્યુ પામ્યા છે, જ્યારે કાકા જેલમાં છે.

સુપ્રીમ કોર્ટના આદેશ પર રોજ સુનાવણી થઈ રહી હતી

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર કેસ લખનઉથી દિલ્હી કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. ત્યારબાદ 5 ઓગસ્ટથી રોજ બંધ રૂમમાં સુનાવણી થઈ રહી હતી. આ દરમિયાન પ્રોસિક્યુશન પક્ષના 13 સાક્ષીઓ અને બચાવ પક્ષના 9 સાક્ષીઓની પુછપરછ થઈ હતી. પીડિતાનું નિવેદન નોંધવા માટે એમ્સમાં સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવી હતી.

શશિ સિંહ પર પીડિતને સેંગરની પાસે લઈ જવાનો આરોપ

કોર્ટે કુલદીપ સેંગર પર આપરાધિક ષડયંત્ર, અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ અંતર્ગત આરોપો નક્કી કર્યા હતા. હાલ તે તિહાડ જેલમાં છે. કોર્ટે આ ઘટનામાં સહ આરોપી શશિ સિંહની વિરુદ્ધ પણ આરોપ નક્કી કર્યા છે. તે છોકરીને સેંગરની પાસે લઈને ગઈ હતી.

ઉન્નાવ દુષ્કર્મ મામલામાં અત્યાર સુધીમાં શું-શું થયું? જાણો અહીં

4 જૂન 2017: સગીર છોકરીનું ગામના જ બે યુવકો શુભમ અને અવધેશે અપહરણ કર્યું. 11 જૂન 2017: પીડિતાના પરિવારની ફરિયાદ પર બંને યુવકોની વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી.

21 જૂન 2017: 10 દિવસ બાદ પોલીસ સગીરને શોધી શકી અને તેને તેના પરિવારને સોંપી. 22 જૂન 2017: પીડિતાએ મેજિસ્ટ્રેટને આપેલા નિવેદનમાં ત્રણ લોકો પર સામુહિક દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો.

01 જુલાઈ 2017: કોર્ટમાં પીડિતાના નિવેદનના આધારે પોલીસે સામુહિક દુષ્કર્મનો મામલો નોંધી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

22 જુલાઈ 2017: પીડિતાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખીને ન્યાય માટે વિનંતી કરી.  પીડિતાએ આ પત્રમાં લખ્યું કે ધારાસભ્ય સેંગરે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

30 ઓક્ટોબર 2017: ધારાસભ્ય તરફથી પીડિતા અને તેના પરિવારની વિરુદ્ધ માંખી પોલીસ સ્ટેશનમાં માનહાનિનો કેસ કરવામાં આવ્યો. 22 ફેબ્રુઆરી 2018: પીડિતાએ જિલ્લા કોર્ટમાં માંગણી કરી હતી કે ધારાસભ્ય સેંગરને દુષ્કર્મ મામલામાં આરોપી બનાવવામાં આવે. 03 એપ્રિલ 2018: આરોપી ધારાસભ્યના ભાઈ અતુલ સિંહ સેંગરે પીડિતાના પિતાની સાથે મારપીટ કરીને જીવલેણ હુમલો કર્યો હતો.

04 એપ્રિલ 2018: મારપીટ મામલામાં પોલીસે ધારાસભ્યના દબાણમાં પીડિતના પિતાની વિરુદ્ધ રિપોર્ટ નોંધીને તેમને જેલમાં ધકેલી દીધા હતા.

09 એપ્રિલ 2018: જેલમાં પીડિતાના પિતાની હાલત દિવસે-દિવસે ખરાબ થતી ગઈ અને અંતે તે જેલમાં જ મૃત્યુ પામ્યા. પોલીસ પર જેલમાં પીડિતાના પિતાને હેરાન કરવાનો આરોપ લાગ્યો તો તેમણે દબાણમાં આવીને ધારાસભ્યના ભાઈની ધરપકડ કરી લીધી હતી.

13 એપ્રિલ 2018: સીબીઆઈએ સવારે ચાર વાગે દુષ્કર્મ મામલાના આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની ધરપકડ કરી હતી. લાંબી પૂછપરછ બાદ સાંજે તેની ધરપકડ કરવામાં આવી હતી. 17 મે 2018: જેલમાં બંધ પીડિતાના પિતાનું કસ્ટડીમાં મોત થવાના મામલામાં બે પોલીસકર્મીની ધરપકડ થઈ હતી.

11 જુલાઈ 2018: સીબીઆઈએ દુષ્કર્મ મામલામાં ચાર્જશીટ દાખલ કરી, જેમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને પણ આરોપી બનાવવામાં આવ્યો. 18 ઓગસ્ટ 2018: દુષ્કર્મ મામલાના મુખ્ય સાક્ષી યુનુસનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત. 04 જુલાઈ 2019: પીડિતાના કાકાને 19 વર્ષ જૂના એક મામલામાં કોર્ટે 10 વર્ષની કારાવાસની સજા કરી.

ખાસ વાત એ છે કે 19 વર્ષ જૂનો આ કેસ આરોપી ધારાસભ્યના ભાઈ અતુલ સિંહ સેંગર તરફથી નોંધાવવામાં આવ્યો હતો. અતુલ પણ ઉન્નાવ દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી છે. 12 જુલાઈ 2019: પીડિતા તરફથી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગાઈને પત્ર લખવામાં આવ્યો, આરોપી ધારાસભ્ય અને તેના લોકો તરફથી સમગ્ર પરિવારને જીવનું જોખમ હોવાનું જણાવવામાં આવ્યું.

30 જુલાઈ 2019: પીડિતા દ્વારા ચીફ જસ્ટિસને લખેલો પત્ર પ્રકાશમાં આવ્યો. 31 જુલાઈ 2019: ચીફ જસ્ટિસે પીડિતાના પત્ર અંગે નોંધ લીધી. તેમણે સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલને પત્ર બેન્ચ સમક્ષ આવતા મોડું થયું હોવા બાબતે તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો. 01 ઓગસ્ટ 2019: સુપ્રીમ કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ કાંડ સાથે જોડાયેલા પાંચ મામલાને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે દિલ્હીની તીસ હજારી કોર્ટના જજ દિનેશ શર્માને રોજ કેસની સુનાવણી કરવાનો આદેશ આપ્યો.

45 દિવસમાં કેસની સુનાવણી પુરી થશે. સીબીઆઈએ એક સપ્તાહમાં તપાસ પુરી કરવાનો આદેશ આપ્યો. ભાજપે આરોપી ધારાસભ્યને પાર્ટીમાંથી હાકી કાઢ્યો. 02 ઓગસ્ટ 2019: સુપ્રીમ કોર્ટે રાયબરેલી જેલમાં બંધ પીડિતાના કાકાને દિલ્હીની તિહાડ જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો. તેમણે યુપીની જેલમાં જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. 05 ઓગસ્ટ 2019: સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર કોર્ટમાં રોજ સુનાવણી શરૂ થઈ. 16 ઓગસ્ટ 2019: બંધ રૂમમાં સાક્ષીઓની પુછપરછ શરૂ, સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી કરવામાં આવી. 10 ડિસેમ્બર 2019: તીસ હજારી કોર્ટે કુલદીપ સેંગરની વિરુદ્ધ પોતાનો ચુકદો અનામત રાખ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *