મોડી સાંજે જંગલમાં શંકાસ્પદ સંજોગોને કારણે ત્રણ કિશોરી બેભાન હાલતમાં મળી આવી હતી. આ માહિતી મળતાં જ પોલીસે ત્રણેયને સીએચસીમાં મોકલી દીધી હતી. જ્યાં ડોક્ટરે બંને યુવતીઓને મૃત જાહેર કરી હતી. જ્યારે એક કિશોરીને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.
ઘટનાની માહિતી મળતાં પોલીસ અધિક્ષક, એડિશનલ એસપી અને પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ત્રણેય કિશોરીઓ ઘરની બહાર પ્રાણીઓ માટે ઘાસચારો લેવા માટે નીકળી હતી. પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે પોલીસ અધિક્ષકનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે ત્રણેય છોકરીઓ ઘાસ કાપવા ખેતરમાં ગઈ હતી. પરિવારના સભ્યોએ તે મોડી સાંજે મળી જ્યાં તેઓ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ઘટના સ્થળ પર ફીણ જોવા મળ્યું હતું.
ડોકટરો દ્વારા પણ તેમનામાં ઝેરના લક્ષણો બતાવવામાં આવ્યા છે. ઘટના સ્થળે હાજર લોકોના નિવેદનો નોંધીને મામલાની ઊંડાઈથી તપાસ કરવામાં આવી રહી છે. જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle