ઘરનાં છાપરાં ઊડ્યાં, 14નાં મોત…અનેક શહેરોમાં સર્જાઈ તારાજી, ગુજરાતમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ

Gujarat Unseasonal Rain: ગુજરાતમાં ઉનાળા વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઉનાળામાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સોમવારે રાત્રે ગુજરાતમાં (Gujarat Unseasonal Rain) મોટા ભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા, ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં કેટલીક જગ્યાએ કરા પડ્યા હતા. તો બીજી તરફ કમોસમી વરસાદે ગુજરાતમાં ઠેકઠેકાણે તારાજી સર્જી હતી. જેના પગલે જાનમાલનું મોટું નુકસાન પણ થવા પામ્યું છે. અત્યારે સુધીમાં ગુજરાતમાં કુલ 14 લોકોના મોત નીપજ્યા છે.

ભારે પવન અને વરસાદથી કુલ 14 લોકોના મોત નિપજ્યા
ગુજરાતમાં સોમવારે સોમવારે સવારે 6 વાગ્યાથી આજે મંગળવાર સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના 168 તાલુકામાં એક મિમિથી લઈ દોઢ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે રાજ્યમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા હતા.તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી મૃતકોની યાદી પ્રમાણે રાજ્યમાં કુલ 14 લોકોના મોત નીપજ્યા છે. જેમાં સૌથી વધુ મોત ખેડા જિલ્લામાં થયા છે.

રાજ્યના 168 તાલુકામાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહી વચ્ચે રાજ્ય સરકારની અપીલ કરી છે. લોકોને બિન જરુરી મુસાફરી ન કરવા સૂચના અપાઈ છે. વાવાઝોડાની સ્થિતિમાં સલામત સ્થળે જ રહેવા સૂચના આપવામાં આવી છે.

અનિવાર્ય સંજોગોમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સંપર્કની સૂચના આપવામાં આવી છે. અનિવાર્ય સંજોગોમાં જરુર જણાય તો લોકોને ડિસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-1077 તથા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-1070નો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

આગામી 3 દિવસ રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ

6 મે :
ગુજરાત રાજ્યના 75 ટકાથી વધુ વિસ્તારમાં ભારેથી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. પ્રતિ કલાકે 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં અતિભારે અને મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ અને નર્મદાના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, ઉત્તર ગુજરાત, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, નર્મદા, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં કરા સાથે વરસાદની શક્યતા છે.

7 મે :
રાજ્યના 75 ટકાથી વધુ વિસ્તારોમાં ગાજવીજ વરસાદની શક્યતા રહેલી છે. પ્રતિ કલાકે 70 થી 80 કિમીના પવન વચ્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ, બાકીના વિસ્તારોમાં 60 થી 70 કિમીના પવન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

8 મે :
રાજ્યના 75 ટકાથી વધુ વિસ્તારમાં ભારે ગાજવીજ વરસાદની શક્યતા. પ્રતિ કલાકે 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાય, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમરેલી-ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ. બાકી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.
આ સિસ્ટમના કારણે વરસાદની સ્થિતિ બની