ચોમાસાની શરૂઆત થતાની સાથે મચ્છરોના વધારે પડતા ઉપદ્રવથી ડેન્ગ્યું તથા મેલેરિયા જેવા જીવલેણ રોગના અનેક લોકો શિકાર બનતા હોય છે. આવા સમયમાં હાલમાં એક ખુબ ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં આવેલ ફિરોઝાબાદ તેમજ આજુબાજુનાં જિલ્લામાં તાવથી અંદાજે 40 લોકોના મોત નીપજ્યા છે.
જેમાંથી અંદાજે 40 નાં મોત તો ફક્ત ફિરોઝાબાદ જિલ્લામાં થયા છે. ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ કડક પગલા લેતાં જિલ્લાના CMO નેતા કુલશ્રેષ્ઠને પદથી હટાવી દેવામાં આવ્યા છે. દિનેશ કુમારને નવા CMO તરીકે નિમણૂંક કરાઈ છે.
ગત એક અઠવાડિયાથી વધી ગયા કોરોનાના કેસ:
મળી રહેલ જાણકારી પ્રમાણે ફિરોઝાબાદ, આગરા, મથુરા, મૈનપુરી, એટા તેમજ કાસગંજ જિલ્લામાં ગત એક સપ્તાહથી તાવના કેસમાં સતત વધારો નોંધાયો છે. લોકોને તાવની સાથે જ ડિહાઇડ્રેશન તથા અચાનક પ્લેટલેટ ખુબ ઓછા થવાની ફરિયાદ પણ થઇ રહી છે.
પરીસ્થિતિ જોતાં 11 વિશેષજ્ઞ ડોક્ટરોની ટીમને દવા તેમજ અન્ય જરૂરી સામાનની સાથે જ ફિરોઝાબાદ મોકલી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની ટીમ જિલ્લામાં કેમ્પ કરી રહી છે. મુખ્યમંત્રીના આદેશ પ્રમાણે મેડિકલ કોલેજમાં ભરતી બાળકોની ફ્રી માં સારવાર થઇ રહી છે.
ફિરોઝાબાદ જિલ્લામાં સૌથી વધારે થયા મોત:
આગરાના મંડલ આયુક્ત અમિત ગુપ્તા જણાવે છે કે, ગત એક સપ્તાહમાં ફિરોઝાબાદ જિલ્લામાં કુલ 40 થી વધુ લોકોના મોત થયા છે. જેમાંથી મોટાભાગના મોતનું કારણ ડેંગ્યૂ હોવાનું જાણવા મળ્યું છે. આની સાથે જ અન્ય કેટલાક કારણો પણ સામે આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, સ્થિતી પર નિયંત્રણ મેળવવા માટે સંબંધિત હોસ્પિટલને પ્લેટલેટ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા ઝડપથી કરી દેવામાં આવી છે.
CM યોગીએ આપ્યા સફાઇ અભિયાનના નિર્દેશ:
CM યોગી આદિત્યનાથ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવા રાજ્યમાં 7 થી લઈને 16 ડિસેમ્બર સુધી દેખરેખ તથા જાગૃતતા અભિયાન ચલાવવાના આદેશ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગને આદેશ અપાયા છે કે, તે ઘરે-ઘરે સર્વે કરાવીને તાવ તથા કોરોના પીડિતની ઓળખ કરે. જેને કારણે સમય જતાં તેમની સારવાર શરૂ કરી શકે. આની સાથે જ નગર પાલિકાને સફાઇ અભિયાન યોજનાને તેજ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.