શાળાએ જઈ રહેલી શિક્ષિકા પર પેટ્રોલ છાંટી સનકી પ્રેમીએ જીવતી સળગાવી, જાણો સમગ્ર ઘટના

UP Crime News: ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાથી એક હૈયુ હચમચાવી  દેતી  ઘટના સામે આવી છે. અહીંયા એક માથા ફરેલા પ્રેમીએ એક મહિલાને રોડ વચ્ચે જ જીવતી સળગાવી (UP Crime News) દીધી, જેમાં તેનું મૃત્યુ થઈ ગયું છે. ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મહિલાની લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટ માટે મોકલી દીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા ગામની જ શાળામાં ભણાવતી હતી અને 2 માર્ચ રોજ તેના લગ્ન થવાના હતા.

પ્રતાપગઢના પોલીસ સ્ટેશન વિસ્તારના લોલી ગામમાં એક માથા ભારે પ્રેમીએ એક મહિલા શિક્ષકને જીવતી સળગાવી દીધી છે. જણાવી દઈએ કે લોલી ગામની યુવતી નીલુ યાદવ ગામમાં જ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. રોજની જેમ તે 9:30 વાગે શાળાએ જઈ રહી હતી. શાળાએ પહોંચવાના પહેલા જ રસ્તામાં જ નીલુના મામાના ગામનો રહેવાસી વિકાસ યાદવ પેટ્રોલ લઈને રાહ જોતો હતો. જેવી લીલુ આવી તો વિકાસે પેટ્રોલ છાંટી નીલુને આગ લગાવી દીધી હતી.

માથાભારે પ્રેમીએ યુવતી ને જીવતી સળગાવી
આ યુવતીના શરીરમાં આગ લાગ્યા બાદ તે જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગી પરંતુ વિકાસે તેને ભાગવા દીધી ન હતી. જેના લીધે તે પોતે પણ દાઝી ગયો હતો. રસ્તાની બાજુમાં રહેલા ખેતરમાં નીલુ આખી બળી ગઈ અને તેનું મૃત્યુ થયું હતું. તેનો અવાજ સાંભળી ગામના લોકો ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો નીલુ મરી ચૂકી હતી.

ફોરેન્સિક ટીમે પુરાવા ભેગા કર્યા
આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની ગંભીરતાને જોતા તેણે ઉચ્ચ અધિકારીઓને પણ આના વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારી ફોરેન્સિક ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાની જાણકારી આપતા પોલીસ કર્મી શિવ નારાયણએ જણાવ્યું કે ઘરના સ્થળેથી બંનેના મોબાઈલ એક બોટલ જેમાં જવલંતશીલ પદાર્થ હતો અને છોકરાની બાઈક મળી આવી છે.

છોકરાને ઈલાજ માટે હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો છે અને છોકરીનું મૃત શરીર પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. એવી પણ જાણકારી મળી રહી છે કે છોકરીના લગ્ન માર્ચ મહિનામાં નક્કી થયા હતા અને છોકરાના લગ્ન નવેમ્બરમાં જ થઈ ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો પ્રેમ સંબંધનો લાગી રહ્યો છે.