અક્સ્માતનો LIVE વિડીયો- ટ્રકની ટક્કર લગતા કેટલાય મીટર સુધી ઢસડાઈ કાર અને…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના હરદોઈ જિલ્લા(Hardoi district)માં ટ્રક (Truck)અને કાર(car)ની ટક્કરનો ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. એક કાર ચાલતા ટ્રકને ઓવરટેક(Overtake) કરી રહી હતી તે…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના હરદોઈ જિલ્લા(Hardoi district)માં ટ્રક (Truck)અને કાર(car)ની ટક્કરનો ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. એક કાર ચાલતા ટ્રકને ઓવરટેક(Overtake) કરી રહી હતી તે સમય દરમિયાન અચાનક કાર બ્રેક મારે છે. જેના કારણે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે કારને જોરથી ટક્કર મારી હતી. ટ્રક સાથે ફસાય ગયેલ કાર દૂર સુધી ખેંચાતી રહી હતી. સદનસીબે અચનાકથી ટ્રકને રોકી લેવામાં આવ્યો હતો જેના કારણે કારમાં સવાર લોકો સલામત રીતે બહાર આવી ગયા હતા. આ ચોંકાવનારી ઘટનાની તસવીરો સીસીટીવી(CCTV)માં કેદ થઈ છે, જેની મદદથી પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

ટ્રકમાં ફસાયેલ કારમાં 4 લોકો સવાર: 
સીસીટીવીમાં કેદ થયેલા માર્ગ અકસ્માતની આ હ્રદયસ્પર્શી તસવીરો હરદોઈ જિલ્લાના કોતવાલી મલ્લાવાન વિસ્તારમાં કસ્બા મલ્લાવાનના મોટા ચોકની છે. તસવીરોમાં જોઈ શકાય છે કે એક ટ્રક કારને ટક્કર મારતો જોવા મળે છે. ટ્રકમાં ફસાયેલી કાર લાંબા અંતર સુધી ખેંચાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કટરા-બિલહૌર હાઇવે પર સ્થિત મલ્લવાન શહેરના મુખ્ય ચોકડી પર કાનપુરથી આવી રહેલી કારમાં 4 લોકો હતા. કાર ટ્રકને ઓવરટેક કરી રહી હતી આ દરમિયાન અકસ્માત સર્જાય છે.

થોડાક સમય સુધી ખેંચાતી રહી કાર: 
આગળ વાહન આવતાં કાર ચાલકે અચાનક બ્રેક લગાવી દીધી હતી. ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકે કારને ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરને કારણે કાર થોડાક સમય સુધી ખેંચાતી રહી ગઈ હતી. આજુબાજુના લોકો દોડી આવી ટ્રકને રોકી કારમાં સવારોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માત શહેરની અંદરના ભીડભાડવાળા વિસ્તારમાં સર્જાયો હતો. પૂર્વ હરદોઈના અધિક પોલીસ અધિક્ષક અનિલ કુમાર યાદવે જણાવ્યું હતું કે, જોકે આ મામલામાં બંને તરફથી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *