ભારતનું એક એવું આંદોલન જેમાં ન્યાય માટે 30 મહિલાઓ નગ્ન થઈને મેદાને ઉતરી, 16 વર્ષ સુધી…

ઘણા વર્ષો પછી મણિપુર(Manipur), નાગાલેન્ડ(Nagaland) અને આસામ (Assam)માં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ(Armed Forces Special Powers Act) હેઠળ અશાંત વિસ્તારો ઘટાડવામાં આવી રહ્યા છે. આવી…

ઘણા વર્ષો પછી મણિપુર(Manipur), નાગાલેન્ડ(Nagaland) અને આસામ (Assam)માં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ(Armed Forces Special Powers Act) હેઠળ અશાંત વિસ્તારો ઘટાડવામાં આવી રહ્યા છે. આવી જાહેરાત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Union Home Minister Amit Shah) દ્વારા કરવામાં આવી છે. પરંતુ આ નિર્ણયનો અર્થ એ નથી કે આ આતંકવાદ(Terrorism) પ્રભાવિત રાજ્યોમાંથી AFSPA સંપૂર્ણપણે દૂર કરવામાં આવી રહ્યું છે. આ કાયદો ત્રણ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં અમલમાં રહેશે. પરંતુ આ AFSPA છે શું? શા માટે કોઇપણ રાજ્ય અથવા પ્રદેશમાં આ એક્ટ શા માટે લાગુ કરવામાં આવે છે? ચાલો જાણીએ..

11 સપ્ટેમ્બર 1958 ના રોજ સશસ્ત્ર દળો વિશેષાધિકારો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો પસાર કરવાનો મુખ્ય હેતુ અશાંત ઉત્તરપૂર્વમાં સૈન્યને કાર્ય કરવામાં મદદ કરવાનો હતો. તે જ દરમિયાન 1989ની આસપાસ જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકવાદ વધવા લાગ્યો હતો. તો 1990માં જમ્મુ-કાશ્મીરમાં પણ આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, AFSPA માત્ર એવા જ પ્રદેશ કે વિસ્તારમાં લાગુ કરવામાં આવે છે જ્યાં રાજ્ય કે કેન્દ્ર સરકાર તે વિસ્તારને ‘ડિસ્ટર્બ્ડ એરિયા’ જાહેર કરે. ‘ડિસ્ટર્બ્ડ એરિયા’ એટલે જેને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ કાયદાના અમલ પછી જ ત્યાં આર્મી અથવા સશસ્ત્ર દળો મોકલવામાં આવે છે. કાયદો અમલમાં આવતાની સાથે જ સેના અથવા સશસ્ત્ર દળને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ સામે વોરંટ વિના કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવે છે. આ સિવાય આર્મ્ડ ફોર્સ કોઈપણ વોરંટ વિના કોઈપણ ઘરની તલાશી લઈ શકે છે અને આ માટે જો કોઈ વ્યક્તિ ખલેલ પહોંચાડે અથવા તો વારંવાર કાયદાનો ભંગ કરે તો તે મૃત્યુ સુધી બળનો ઉપયોગ કરીને કરી શકાય છે. જો સશસ્ત્ર દળોને શંકા હોય કે બળવાખોરો અથવા તોફાનીઓ ઘર અથવા અન્ય બિલ્ડિંગમાં છુપાયેલા છે તો તે આશ્રયસ્થાન અથવા માળખું પણ નષ્ટ કરી શકે છે. શંકાસ્પદ વાહન જણાય તો વાહનને રોકીને સર્ચ કરી શકે છે. તેમજ સશસ્ત્ર દળો દ્વારા ખોટી કાર્યવાહી થાય તો પણ તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ કાયદાના વિરોધમાં સૌથી પહેલા મણિપુરની આયર્ન લેડી તરીકે ઓળખાતી ઈરોમ શર્મિલાનો ઉલ્લેખ થાય છે. એક રીપોર્ટ અનુસાર, અહી નવેમ્બર 2000માં, બસ સ્ટેન્ડ પાસે લશ્કરી દળો દ્વારા કથિત રીતે દસ લોકોને ઠાર કરવામાં આવ્યા હતા. તે સમયે આ ઘટનાનો વિરોધ કરતાં 29 વર્ષીય ઇરોમે ભૂખ હડતાળ શરૂ કરી હતી, જે લગભગ 16 વર્ષ સુધી ચાલી હતી.

ઓગસ્ટ 2016 માં ભૂખ હડતાલ સમાપ્ત કર્યા પછી, તેમણે ચૂંટણી પણ લડી હતી, જેમાં તેમને NOTA કરતા ઓછા મત મળ્યા હતા. ત્યારબાદ 2004માં 10-11 જુલાઈની વચ્ચેની રાત્રે, 32 વર્ષીય થંગજામ મનોરમા પર સેનાના જવાનો દ્વારા કથિત રીતે બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. મનોરમાનો મૃતદેહ ખુબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો હોવાથી રોષ ફેલાયો હતો. તેથી આ ઘટના બાદ 2004ના 15 જુલાઈના રોજ લગભગ 30 મણિપુરી મહિલાઓએ નગ્ન થઈને પ્રદર્શન કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *