દારૂડિયા પતિની મારઝૂડથી કંટાળેલી 2 મહિલાઓએ એકબીજા સાથે કર્યાં લગ્ન, જાણો સમગ્ર ઘટના

UP Lesbian News: યુપીના દેવરિયા જિલ્લામાંથી એક સમલૈંગિક લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. બે વિવાહિત મહિલાઓએ પોતાના પતિથી એટલી કંટાળી ગઈ કે તેમણે એકબીજા સાથે જિલ્લામાં આવેલા એક મંદિરમાં લગ્ન કરી લીધા. કહેવાય છે કે ગોરખપુર જનપદના (UP Lesbian News) બાંસગાંવની રહેવાસી કવિતા નામની યુવતીને ચાર બાળકો છે અને તેનો પતિ દારૂ પીને હંમેશા ઝઘડા કરતો હતો. જેનાથી કવિતા નારાજ થઈ ગઈ અને પોતાના પિયરે જતી રહી. તો વળી બીજી તરફ ગુંજા નામની મહિલાને તેનો પતિ મારતો હતો, એટલા માટે તે પણ પતિથી કંટાળી ગઈ હતી.

બંને યુવતીની ઇન્સ્ટાગ્રામ પર થઇ હતી મિત્રતા
કવિતા અને ગુંજાની દોસ્તી ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી. બંનેએ પોતાને એકબીજાના સુખ-દુ:ખ શેર કરવા લાગી અને 6 વર્ષ સુધી બંને વાતો કરતી રહી. બાદમાં બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને એકબીજાના દુ:ખ જાણી લગ્ન કરી લીધા.દેવરિયા જિલ્લાના એક મંદિરમાં આ બંનેએ એકબીજાને માળા પહેરાવી વિધિવત રીતે લગ્ન કર્યા, જ્યાં કવિતા ગુંજાની પત્ની બની છે.

લગ્ન હવે તાલુકામાં ચર્ચાનો વિષય બન્યા
લગ્ન બાદ ગુંજાએ કવિતાની માંગમાં સિંદૂર ભર્યું અને હંમેશા માટે એકબીજાના બની ગયા. જોકે આ લગ્ન હવે તાલુકામાં ચર્ચાનો વિષય બન્યા છે. ગુંજાએ જણાવ્યું કે, તે હવે કવિતાને પોતાની સાથે જ રાખશે અને તેના બાળકોને પણ ઉછેરશે. તો વળી કવિતા પણ રાજીખુશીથી ગુંજા સાથે રહેવા માટે નીકળી પડી. આ પંથકમાં આ સમલૈંગિક લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે.

બન્ને યુવતીએ જણાવી આપવીતી
કવિતાએ જણાવ્યું કે, “અમારે 4 બાળકો છે અને મારો પતિ રોજ દારૂ પીને મારતો હતો. જે બાદ મને ગુંજા મળી, અમે બંને 6 વર્ષથી રિલેશનમાં હતા. બાદમાં એક દિવસ લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો. હવે ગુંજા સાથે જ મારા ચારેય બાળકો સાથે જિંદગી વિતાવીશ.”તો વળી ગુંજાએ વધારે જાણકારી આપતા જણાવ્યું કે, “મેં પણ મારા પતિને છોડી દીધો છે. તે સારો નહોતો. મારા પર શંકા કરતો હતો અને મારતો હતો. હવે હું અને કવિતા એક સાથે રહીશું.”

બંને પતિઓ આ લગ્નથી થયા પરેશાન
બંને મહિલાના પતિ અને પરિવાર તેમના લેસ્બિયન લગ્નથી ખૂબ જ નારાજ છે. જ્યારે બંનેના લગ્ન મંદિરમાં થયા ત્યારે તેમને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ. બધા આશ્ચર્યથી તેમની સામે જોઈ રહ્યા હતા.