ઉત્તરપ્રદેશ પોલીસને whatsapp પર મળેલા એક મેસેજ માં અજાણ્યા વ્યક્તિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી આપી છે.
યુપી પોલીસના ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર UP112ના સોશિયલ મીડિયા સેલ પર ગુરુવારે અડધી રાતે આ મેસેજ આવ્યો હતો. મેસેજ મોકલનારે યોગી આદિત્યનાથ ને મુસ્લિમ વિરોધી ગણાવ્યા છે.
યુપી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ આઈપીસીની સેકશન-505 (1)(b) મુજબ રાજ્ય સામે અથવા જાહેર શાંતિનો ભંગ કરવા માટે લોકોમાં ભય ઊભો કરવા, 506 મુજબ જાનથી મારી નાખવાની ધમકી આપવા અને 507 મુજબ ધમકી આપવા માટે અનામી સંદેશવ્યવહાર જેવા ગુનાઓ નોંધી FIR દાખલ કરી છે.
લખનઉના ગોમતી નગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ધીરજકુમાર એ આ એફઆઈઆર દાખલ કરી છે. તેમણે FIR માં ઉલ્લેખ્યું છે કે યુપી-112 ના whatsapp નંબર 7570000100 પર ગુરુવારે રાતે 12:32એ ધમકી આવી હતી. તેમને કહ્યું કે યુપી-112 ની ટીમે પોલીસને જાણ કરી અને આ મામલે તપાસ હાથ ધરી છે.
યુપી 112 ના એડિશનલ ડાયરેક્ટર જનરલ અસીમ અરુણે whatsapp પર યોગી આદિત્યનાથ ને ખતમ કરવા માટે ધમકી મળી હોવાની પુષ્ટિ કરી છે.
અગાઉ પણ યોગી આદિત્યનાથ ને આવી ધમકી આવી છે. 5 મે, 2020 ના રોજ ઉત્તર પ્રદેશ પોલીસે તનવીર ખાન નામના બિહાર પોલીસના કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. આ કોન્સ્ટેબલે ફેસબૂક પર પોતાની 24, એપ્રિલની પોસ્ટમાં યોગી આદિત્યનાથની હત્યાં કરવા મુસ્લિમોને હાકલ કરી હતી. આ પોસ્ટ સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news