યુપીની મુરાદાબાદ (UP Moradabad) પોલીસે ટ્રાફિક નિયમો (Traffic rules) નું ઉલ્લંઘન કરનારા લોકોને સુધારવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત મુરાદાબાદ પોલીસ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને પકડીને 3 કલાકની ફિલ્મ બતાવશે. આ ફિલ્મમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ, સૂચનાઓ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને અકસ્માત સંબંધિત દ્રશ્યો આપવામાં આવ્યા છે.
જેના કારણે શનિવારે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારાઓનું ચલાન નહોતું કાઢ્યું, ન તો તેમને પોસ્ટપેડ કે પ્રીપેડ દંડ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓને મુવી જોવા બેસાડી દેવામાં આવ્યા હતા. આ ફિલ્મ પોલીસ લાઇન કોન્ફરન્સ હોલ અને મોટા સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોને દંડ ફટકારવાને બદલે ટ્રાફિક પોલીસ તેમને તેમના કોન્ફરન્સ હોલમાં લઈ ગઈ હતી. તેઓને પ્રોજેક્ટર પર ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સંબંધિત ફિલ્મ બતાવવામાં આવી હતી અને માહિતી પૂરી પાડી હતી અને જણાવ્યું હતું કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે.
એસપી ટ્રાફિક અશોક કુમારે જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઝુંબેશ ચલાવીને ટ્રાફિક નિયમો તોડનારાઓને સ્ક્રીન પર નિયમોથી વાકેફ કરવા નિયમો બતાવવામાં આવ્યા હતા. 600 થી વધુ નિયમો તોડનાર લોકોને ચલાન કાઢવાની જગ્યાએ તેમને ફિલ્મ બતાવીને જાગૃત કરવામાં આવ્યા હતા.
એસપીએ કહ્યું કે, આ પ્રકારના કાર્યક્રમના સારા પરિણામો મળવાની આશા છે. જોકે શરૂઆતમાં લોકો કોન્ફરન્સ હોલમાં આવવા માટે અચકાતા હતા, પરંતુ પછી બધાએ કહ્યું કે તેઓ હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરશે, કારણ કે ‘જાન હૈ તો જહાં હૈ’. એસપીએ કહ્યું કે ટ્રાફિક અને શિક્ષણમાં 4E એક મોટો આધારસ્તંભ છે અને તેમને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.