બાઈક અને કચરાની ગાડી વચ્ચેની ભયંકર અથડામણમાં બાઈક પર સવાર ચાર યુવાનો ક્યાય ફંગોળાયા- બે ના મોત

આયલકી(Aylaki) ગામ નજીક મોટરસાયકલ અને કચરો ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડામણ થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર બેઠેલા ચારેય યુવકો દૂર ફેગવાય ગયા…

આયલકી(Aylaki) ગામ નજીક મોટરસાયકલ અને કચરો ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડામણ થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર બેઠેલા ચારેય યુવકો દૂર ફેગવાય ગયા હતા. આસપાસના લોકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ચારેય યુવકોને ફતેહાબાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે બેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા, તેમજ એકની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત્યુ પામેલા બંને યુવકો સગીર છે.

મળતી માહિતી મુજબ, ગામ જાંડવાલા સોતરના રહેવાસી 15 વર્ષીય તુષાર, 12 વર્ષીય સૌરભ, મનદીપ અને અશોક એક જ ગામના રહેવાસી છે. ચારેય યુવકો લગ્ન અને અન્ય ફંક્શનમાં વેઈટર તરીકે કામ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે રવિવારે ચારેય યુવકો એક જ બાઇક પર ફતેહાબાદના એક મહેલમાં કામ કરવા માટે આવી રહ્યા હતા. આ દરમિયાન ગામથી થોડે દૂર આયલકી ગામ પાસે સામેથી આવતા ટ્રેક્ટર-ટ્રોલી સાથે ધડાકાભેર અથડાયા હતા. બાઇક પર ચાર યુવકો હોવાના કારણે બાઇકનું બેલેન્સ બગડી ગયું હતું. તેમજ સીધી ટક્કર થતાં ચારેય યુવકો રોડની બીજી બાજુ પડી ગયા હતા. અકસ્માત બાદ ત્યાં ટ્રાફિક જામ થઈ ગયું હતું.

આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત યુવકોને સંભાળીયા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ સ્ટાફ ઘાયલોને હોસ્પિટલ લઈ ગયો. જ્યાં 15 વર્ષીય તુષાર અને 12 વર્ષીય સૌરભનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત મનદીપની હાલત નાજુક જોઈને ડોક્ટરોએ તેને અગ્રોહા મેડિકલમાં રિફર કરી દીધો હતો. તેમજ અશોકની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચારેય યુવકો ઘણા વર્ષોથી વેઈટર તરીકે કામ કરે છે અને સાથે આવતા હતા. અશોક બાઇક ચલાવતો હતો. નજીકના લોકોએ જણાવ્યું કે અશોક પહેલા ત્રણ લોકોને પેલેસમાં છોડી ગયો હતો અને બીજી વખત આ યુવકોને લઈ જઈ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *