વીજળી કનેક્શન કાપવા ગામમાં ઘૂસેલા અધિકારીઓને ગામ લોકોએ દોડાવી દોડાવીને માર્યા, જુઓ વિડીયો

UP Electricity connection: યુપીના સંભલ જીલ્લામાં વીજળી બિલ ન ચૂકવવાને કારણે કનેક્શન કાપવા ગયેલી વિદ્યુત વિભાગની ટીમ પર ગામ લોકોએ હુમલો કર્યો હતો. ગામના લોકોએ (UP Electricity connection) વિદ્યુત વિભાગના અધિકારીઓને દોડાવી દોડાવીને માર્યા હતા. આ મામલો કનેટા ગામનો છે. કર્મચારીઓ સાથે મારપીટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીજળી વિભાગે પોલીસમાં ફરિયાદ નોંધાવી
વીજળી વિભાગના અધિકારીઓએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતી જાણકારી અનુસાર વીજળી વિભાગની ટીમ વીજળી બિલ ન ચૂકવવાને કારણે વીજળી કનેક્શન કાપવા માટે ગઈ હતી. તે દરમિયાન સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. જ્યારે અધિકારીઓ વીજળી કનેક્શન કાપવા લાગ્યા, તો લોકોએ કર્મચારીઓને ખુબ માર માર્યો હતો.

ડિસેમ્બર 2024 માં 1250 FIR નોંધવામાં આવી હતી
જણાવી દઈએ કે ડિસેમ્બર 2024માં સંભલ જિલ્લામાં વીજળી ચોરી બાબતે 1250 ફરિયાદ નોંધવામાં આવી હતી. વીજળી વિભાગે 5.2 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ પહેલા સંભલના મસ્જિદ, મદ્રેસા અને રહેણાંક વિસ્તારોમાં મોટા પાયે વીજળી ચોરીનો ખુલાસો થયો હતો, જેનાબાદ અધિકારીઓએ પોતાની કાર્યવાહી કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીએ વહેલી સવારે 5:00 વાગ્યે સંભલના નખાસા અને દિપાસરાય વિસ્તારમાં રેડ કરી હતી. કાર્યવાહી દરમિયાન એક મસ્જિદમાંથી વીજળી ચોરીમાં ઉપયોગી થતા સાધનો પણ જપ્ત કર્યા હતા.

કલેક્ટરે વીજળી ચોરોને ચેતવણી આપી હતી
રેડ કર્યા બાદ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રએ કહ્યું હતું કે વીજળી ચોરી વિરુદ્ધ આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવશે અને એક પણ ઘરમાં વીજળી ચોરી કરવા દેવામાં આવશે નહીં. કલેક્ટરે કહ્યું હતું કે લગભગ 150 થી 200 ઘરમાં વીજળી ચોરી પકડાઈ ચૂકી છે. મસ્જિદ, મદ્રેસા અને ઘરમાં વીજળી ચોરી પકડવામાં આવી છે. આવા વીજળી ચોરો વિરુદ્ધ એફઆઇઆર કરવામાં આવશે અને તેમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે.