જાનૈયાઓએ લગ્નમાં ઉડાવ્યાં 20 લાખ; જ્યાં જુઓ ત્યાં રૂપિયા જ રૂપિયા

UP Wedding Viral Video: ઉત્તર પ્રદેશના દેવલહવા ગ્રાન્ટ ગામમાં બે લગ્નની જાનમાં પૈસા ઉડાડવાનો વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ (UP Wedding Viral Video) થઈ રહ્યો છે. વીડિયોને લઈને એવો દાવો કરવામાં આવ્યો કે લગ્નમાં 20 લાખ ઉડાવવામાં આવ્યા. પરંતુ જ્યારે વરરાજાના પરિવાર સાથે વાતચીત કરવામાં આવી ત્યારે જાણ થઈ કે તે માત્ર 10 થી 12 હજાર રુપિયા હતા.

લગ્નની જાનમાં પૈસાનો વરસાદ
આ ઘટના 6 નવેમ્બર અને 14 નવેમ્બરની છે. આ તારીખે બે યુવકના લગ્ન હતા. 6 નવેમ્બરે અફઝલ ખાનના લગ્ન હતા. લગ્નની જાન બસ્તીના કન્મહારિયા જવાની હતી. આ દરમિયાન અફઝલ ખાન પરંપરાગત રિવાજો પ્રમાણે ઘોડી પર સવાર થઈને આવે છે. આ સમયે તેના મિત્રો અને સંબંધો નોટોનો વરસાદ કરે છે. જે વીડિયો વાયરલ થયો હતો.

સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ
14 નવેમ્બરે આ જ પરિવારના જાવેદ ખાનના પુત્ર અરમાન ખાનના લગ્ન થયા હતા. લગ્નની જાન બાંસી કસ્બામાં જવાની હતા. આ પ્રસંગે સગા-સંબંધીઓ અને મિત્રોએ જેસીબી પર ઉભા રહીને પૈસા ઉડાડ્યા હતા. આ બંને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આટલા રુપિયા તો ક્યારેય જોયા નથી – વરરાજાનો પરિવાર
આ લગ્નમાં 20 લાખ રુપિયા ઉડાવવાનો દાવો કરવામાં આવ્યો. જો કે આ મામલે વરરાજાના પિતાએ કહ્યું કે લગ્નમાં કેટલાક લોકોએ પૈસા ઉડાડ્યા અને લોકો લાખો રૂપિયા ઉડાવી દેવાની વાત કરવા લાગ્યા. અમારા રૂપિયા તો મારા ઘરમાં ક્યારેય કોઈએ જોયા નથી. પૈસા ઉડાડવાનું તો ભૂલી જાવ. આ નાના મોટા લગ્ન હતા. જે સંબંધીઓ આવ્યા હતા તેઓ પાંચસો, હજાર પૈસા ઉડાડ્યા હશે. આ અમારા ઘરની પરંપરા છે. પહેલા લોકો પૈસા અને સિક્કા ઉડાડતા હતા. આજે તેઓ નોટો ઉડાડે છે.

નોટ ઉડાડવા જેસીબીનો કર્યો પ્રયોગ
વરરાજાના ભાઈ નિશામ ખાને કહ્યું કે લાખો રૂપિયા ઉડાડવાની વાતો અફવા છે. મારા પિતરાઈ ભાઈના લગ્ન હતા. મિત્રો આવ્યા હતા. તેઓએ 10 કે 15 હજાર રૂપિયા ઉડાડ્યા હશે. આખા લગ્નમાં પણ 20 લાખનો ખર્ચ નથી થયો. આ એક ધાર્મિક વિધિ છે કે જ્યારે વરરાજા નીકળે છે, ત્યારે તેના મિત્રો અને સંબંધીઓ નોટો ઉડાડે છે. ઘરમાં જેસીબી હતું એટલે તેનો પણ ઉપયોગ કર્યો.