જણાવી દઈએ તમને કે આજકાલ ભારતનું યુવાધન અને બાળકો મોબાઈલ અને ગેમના રવાડે એટલા બધા ચડી ગયા છે કે ના પૂછો વાત સૌ બાળકોને મોબાઈલ અને ગેમનું વ્યસન એ હદે થઇ ગયું છે કે સ્થિતિ હવે વણસી ચુકી છે.અને એમાં પણ ગેમ ના રમવા દેવા કે મોબાઈલ ના આપવાથી ઘણા બધા બાળકોમાં આપઘાત અને ઘરેથી ભાગી જવાનું પ્રમાણ ખુબ વધ્યું છે ત્યારે એક કિસ્સો સામે આવ્યો છે.
પોલીસે લાશ જપ્ત કાર્ય બાદ નાની મુનરા દેવી નિવાસિની ગૌરીડીહ પોલીસ સ્ટેશન કે જે દોહરીઘાટ જિલ્લા મૌ ગામમાં છે ત્યાં પોલીસ પવન રાય સાથે પુત્રીના ઘરે પહોંચી હતી. પોલીસને પણ આગાઉ થી માહિતી આપવામાં આવી હતી.પોલીસે જિતેન્દ્રને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને ઘટના કહેવાની સાથે જ બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
આ મામલામાં પોલીસ અધિક્ષક અનુરાગ આર્યએ જણાવ્યું કે આરોપી પિતાને કસ્ટડીમાં લીધા બાદ મૃતદેહ જાતે જ મળી આવ્યો છે. અને બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસના ચક્રો ગતિમાન કાર્ય છે. આ ઘટના ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના રૌનાપર વિસ્તારના મહુલા બગીચા ગામમાં સંબંધની હત્યા કરવામાં આવી છે. જ્યાં ધરમવીર ઉર્ફે લકી નામના 8 વર્ષના છોકરાને તેના પિતાએ ઢોર માર માર્યો હતો.
આરોપીએ માસુમની નિર્દયતાથી હત્યા કર્યા બાદ પરિવાર સાથે મળીને ત્યારપછી ભાઈ અને પાડોશીની મદદથી લાશને નદી કિનારે દાટી દીધી હતી. માસૂમ પુત્રને લુડો રમવા બદલ આરોપી ગુસ્સે થયો હતો. પત્નીએ કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ આ સમગ્ર ઘટનાની માહિતી મૃતકના મામાને મળી હતી.
મૃતકની માતાના પરિવારજનોને આ અંગે જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે આરોપી પિતાના કહેવા પર લાશને કબજે કરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અને પીડિતના પરિવારની લોકોની આંખમાં આસું સુકાતા નથી અને બાળકની માતા પોતાના પુત્ર માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે.
જણાવી દઈએ કે રૌનાપર પોલીસ સ્ટેશન વિસ્તારના મહુલા બગીચા ગામનો રહેવાસી ધરમવીર ઉર્ફે લકી ઘરની પાસે બકરી ચરાવી રહ્યો હતો. આ દરમિયાન તે મોબાઈલ પર લુડો રમી રહ્યો હતો. ત્યારે એજ સમયે જ્યારે પિતા જીતેન્દ્રએ તેને લુડો રમતા જોયો તો તેણે તેને જોરથી માર્યો અને પછી તેને રૂમમાં લઈ જઈને બંધ કરી દીધો. રાત્રે લગભગ 9.30 કલાકે બંધ રૂમમાં તેમનું મૃત્યુ થયું હતું.
ઘટના બાદ મૃતકના મામાના પરિવાર સુધી ઘટનાની માહિતી પોહચી ગઈ હતી ત્યારબાદ આ પછી પિતાએ પત્ની બબીતાને કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ભાઈ ઉપેન્દ્ર અને પાડોશી રામજનમની મદદથી ધરમવીરના મૃતદેહને બોરીઓમાં ભરીને મહુલા દેવાર ગામમાં ઘાઘરાના કિનારે દફનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈક માધ્યમ દ્વારા બાળકના મામાના પરિવાર સુધી માહિતી પહોંચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.