ડુમસમાં બબાલ: વરઘોડામાં ગીત વગાડવા મામલે થયું ‘ધિંગાણું’, કોળી પટેલો- ખલાસીઓ વચ્ચે પથ્થરમારો

Surat Dumas News: સુરતમાં ડુમસ વિસ્તારમાં બે સમુદાય(Surat Dumas News) વચ્ચે થયેલ બબાલએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું.જેમાં સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરવામાં આવી અને…

Surat Dumas News: સુરતમાં ડુમસ વિસ્તારમાં બે સમુદાય(Surat Dumas News) વચ્ચે થયેલ બબાલએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું.જેમાં સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરવામાં આવી અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દરમિયાન પોલીસ દ્વારા બંન્ને પક્ષોના 14 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. ખલાસી અને કોળી પટેલ યુવકો સામસામે આવી જતાં મામલ મોડી રાત્રે તંગ બની ગયો હતો.

બે પક્ષ વચ્ચે ઉગ્ર ઝગડો
આ અંગેની માહિતી અનુસાર, સુરતના ડુમસ વિસ્તારમાં નવાસાથ ફળિયા અને ગરાસ ફળિયાના યુવકો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં થોડા દિવસ પહેલા ક્રિકેટનો એક ઝઘડો થયો હતો. આ ઝઘડો લગ્નમાં ઘૂસી ગયો તેવો માહોલ સર્જાયો હતો. શનિવારે મોડી રાત્રે એક વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડા દરમિયાન ગીત વગાડવા બાબતે ફરીથી મામલો ઉગ્ર બની ગયો હતો.આ પછી બંન્ને પક્ષ દ્વારા સામસામે પથ્થરમારો અને હાથમાં આવે તે લાકડા કે સામાન એકબીજા પર છૂટ્ટા ફેંકાયા હતા. આ ઘટનામાં બંને પક્ષોના લોકોને માથામાં, પગમાં, હાથમાં ઇજા પહોંચતા સિવિલ ખસેડાયા હતા. તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક પગલાં ભર્યા હતા.

પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો
પોલીસે આવી ઘટના ભવિષ્યમાં બીજી વખત ન બને તે માટે પોલીસ અને બંને સમાજના અગ્રણીઓ ચોક્કસપણ એ વાત માનશે કે બંને સમાજના વરઘોડા મોડીરાત સુધી ન ફરે અને સમયસર લગ્નમંડપ સુધી પહોંચી જાય છે જેના કારણે કાર્યવાહી હાથ ધરી છે.એટલું જ નહીં પોલીસ દ્વારા બંન્ને પક્ષના લોકોને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા.જેમાં એક પક્ષના લોકોને ઈચ્છાપોર પોલીસમાં જ્યારે બીજાને ઉમરા પોલીસમાં રાખવામાં આવ્યા છે.

શનિવારે મોડી રાત્રે એક વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડા દરમિયાન ગીત વગાડવા બાબતે ફરીથી મામલો ઉગ્ર બની ગયો હતો. સામસામે પથ્થરમારો કર્યો હતો જેના કારણે બંને પક્ષોના લોકોને માથામાં, પગમાં, હાથમાં ઇજા પહોંચતા સિવિલ ખસેડાયા હતા.