16 ફ્રેક્ચર અને 8 સર્જરી પછી પણ આ દીકરીએ ન માની હાર, પહેલા જ પ્રયાસમાં બની IAS ઓફિસર- જાણો સફળતાની કહાની

UPSC પરીક્ષા વિશે કહેવામાં આવે છે કે, જો તમે સાચા સમર્પણ અને મહેનતથી આ પરીક્ષાની તૈયારી કરો તો સફળતા ચોક્કસ મળે છે. ત્યારે તમને આ સફળતા(Success story)નું સૌથી મોટું ઉદાહરણ સામે આવ્યું છે, ઉમ્મુલ ખેર(Ummul Kher) 2017 માં IAS બન્યા હતા. IAS અધિકારી ઉમ્મુલ ખેરની વાર્તા લાખો યુવાનો માટે પ્રેરણાદાયી છે. ચાલો આઇએએસ બનવા માટે તેમની સફર પર એક નજર કરીએ.

ઉમ્મુલ બાળપણથી અપંગ હતી, પરંતુ તેણીએ તેને ક્યારેય તેની સફળતામાં અવરોધ ન આવવા દીધો અને યુપીએસસી પરીક્ષા પાસ કરીને પહેલા જ પ્રયાસમાં આઈએએસ અધિકારી બની. ચાલો જાણીએ કે ઉમ્મુલના સંઘર્ષની કહાની વિશે…

ઉમ્મુલ ખેર બોન ફ્રેજીલ ડિસઓર્ડર નામની ખતરનાક બીમારીથી પીડિત છે, જેના કારણે શરીરના હાડકાં નબળા પડી જાય છે. બોન ફ્રેજીલ ડિસઓર્ડરને કારણે ઘણી વખત તેના હાડકાં પણ તૂટી ગયા હતા. તેમણે તેમના જીવનમાં આ રોગને કારણે કુલ 16 ફ્રેક્ચર અને 8 સર્જરી સહન કરી છે.

ઉમ્મુલ ખેરનો જન્મ રાજસ્થાનના પાલી મારવાડમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. પરિવારમાં ત્રણ ભાઈ -બહેન અને માતા અને પિતા હતા. જ્યારે ઉમ્મુલ ખૂબ નાની હતી, ત્યારે તેના પિતા ગુજરાન માટે દિલ્હી આવ્યા હતા અને તેમનો પરિવાર નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેવા લાગ્યો હતો. તેના પિતા લારી ચલાવીને કપડાં વેચતા હતા, પણ કમાણી વધારે પ્રમાણમાં નહોતી થતી. એક સમયે ઉમ્મુલના પરિવારને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો, જ્યારે સરકારી આદેશને પગલે નિઝામુદ્દીનની ઝૂંપડપટ્ટીઓ તોડી નાખવામાં આવી અને પછી તેમનો પરિવાર ત્રિલોકપુરી ઝૂંપડપટ્ટીમાં શિફ્ટ થઇ.

ઉમ્મુલ ખેર માટે UPSC ની તૈયારી કરવી સરળ નહોતી, કારણ કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. આને કારણે, ઉમ્મુલે ખૂબ જ નાની ઉંમરે ટ્યુશન શીખવવાનું શરૂ કર્યું. ટ્યુશન ભણાવવાથી જે પણ પૈસા મળતા તે તેણી પોતાની સ્કૂલની ફી ભરતી હતી. તેણે ધોરણ 10 માં 91 ટકા અને પછી 12 માં ધોરણમાં 89 ટકા મેળવ્યા હતા.

દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, ઉમ્મુલે જેએનયુની સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાંથી એમએ કર્યું અને પછી એ જ યુનિવર્સિટીમાં એમફિલ/પીએચડી કોર્સમાં પ્રવેશ લીધો. આ સાથે, તેણે યુપીએસસીની તૈયારી પણ શરૂ કરી. આજે ઉમ્મુલના સંઘર્ષની વાર્તા તેમના જેવા હજારો લોકો માટે પ્રેરણા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *