ચીન અમેરિકા ઉપરના વાયરસ ફેલાવવાનો આરોપ લગાવી ચૂક્યું છે. હવે ઈરાને કહ્યું છે કે બની શકે છે કે કોરોના વાયરસ અમેરિકાએ તૈયાર કર્યો હોય. ઈરાનના સર્વોચ્ચ નેતા એ દેશના ટીવી ચેનલ પર આ વાત કહી છે. જોકે આ વાતને લઇને હજુ સુધી કોઈ પુરાવા રજૂ કરી શકાયા નથી. પરંતુ દુનિયામાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આવો જાણીએ ઈરાનના સર્વોચ્ચ નેતા એ વાઇરસ અને કથિત અમેરિકાના કાવતરાને લઈને શું કહ્યું…
સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનઈએ કોરોના વાયરસ વિરુદ્ધ લડત માં અમેરિકાની મદદને પણ ઠુકરાવી દીધી છે. એ પણ ત્યારે જ્યારે ઈરાન વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત થયો છે. ઈરાનમાં અત્યાર સુધી 21,600 થી પણ વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 1680 થી વધારે લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
અયાતુલ્લા અલી એ કહ્યું કે આ વિચિત્ર વાત છે કે અમેરિકા વાયરસને લઈને ઈરાનની મદદ કરવા માંગી રહ્યું છે.તેમણે કહ્યું છે કે હકીકતમાં અમેરિકા પોતે પોતાના દેશમાં આ વાયરસ વિરુદ્ધની લડાઈમાં ઘણી કમીઓનો સામનો કરી રહ્યું છે. જણાવી દઈએ કે અમેરિકામાં પણ વાયરસના પર્યાપ્ત ટેસ્ટ ન થવાનો મુદ્દો ઉઠી રહ્યો છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે આરોપ પ્રત્યારોપ નવી વાત નથી.બંને દેશો વચ્ચે થોડા મહિના પહેલા જ પરીસ્થિતિ સુધી યુદ્ધ સુધી આવી ગઈ હતી.પરંતુ કોરોના વાયરસ એવી મહામારી હોવા છતાં ગંભીર આરોપ લગાવવા નો સિલસિલો ચાલુ જ છે.
અયાતુલ્લા અલી અમેરિકી નેતાઓને ધૂર્ત કહ્યા છે. તેમણે કહ્યું કે-તેમના ઉપર એટલે કે અમેરિકાએ ઉપર વાયરસ બનાવવાનો આરોપ છે. મને નથી ખબર આ સાચું છે કે નહીં. પરંતુ તેઓ મદદ ની વાત કરી રહ્યા છે.શું ખબર કે તેઓ એવું ડ્રગ આપી દે જેનાથી આ વાયરસ હંમેશા માટે ઈરાનમાં જ રહી જાય. કદાચ તેઓ પોતાના બનાવેલા ઝેરની અસલી અસર દેખાડવા માટે ઇરાન આવવા માંગતા હોય.
જણાવી દઈએ કે દુનિયામાં સોમવારની સવાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખ 37 હજારને પાર કરી ગઇ છે. દુનિયાભરમાં 14,600 થી વધારે મૃત્યુ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસથી અત્યાર સુધી સૌથી વધારે મોત ઈટલી, ચીન અને ઈરાનમાં થઈ ચૂક્યા છે.
ઈરાનની સરકાર ઉપર કોરોના વાયરસના અસરને ઓછો કરી ને દેખાડવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. એવો ડર છે કે જાણકારી સંતાડવા ને કારણે ઈરાનમાં વાઈરસના પરિણામો વધારે ખરાબ હોય શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.