US Deportation Program: અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે કડક રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને (US Deportation Program) તેમના દેશોમાં પાછા મોકલવામાં આવ્યા છે. ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ત્રણ વિમાનો ભારત મોકલ્યા છે. હાથકડી પહેરેલા આ ભારતીયોના ફોટા અને વીડિયો પર ઘણો હોબાળો થયો હતો.
41 સેકન્ડનો ખૌફનાક વિડીયો
વ્હાઇટ હાઉસના ઓફિશિયલ પેજ પર પોસ્ટ કરાયેલા 41 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. એક પોલીસ અધિકારી ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની તૈયારી કરતા દેખાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ અધિકારી તે વ્યક્તિને હાથકડી પહેરાવે છે. એરપોર્ટ પર હાથકડી અને સાંકળો બાંધીને લઈ જવાતા દેખાય છે.
હાથ અને પગમાં બેડીઓ
જો કે આ વીડિયોમાં જે વ્યક્તિને ડિપોર્ટ કરવામાં આવી રહ્યો છે તેનો ચહેરો બતાવવામાં આવ્યો નથી, પરંતુ તેના હાથ અને પગમાં બેડીઓ જોઈ શકાય છે. એક બીજી ક્લિપમાં એક વ્યક્તિ પ્લેનમાં ચડતો દેખાય છે. તેના પગમાં બેડીઓ બાંધેલી છે.અત્રે જણાવવાનું કે ગેરકાયદે પ્રવાસીઓને લઈને અમેરિકાથી પહેલું સૈન્ય વિમાન પાંચ ફેબ્રુઆરીના રોજ ભારત પહોંચ્યું હતું.
અમેરિકી સી-147 પ્લેનથી પહેલો જથ્થો ભારત આવ્યો હતો. આ પ્લેનમાં 104 ભારતીયો હતા. આ પ્લેન અમૃતસર લેન્ડ થયું હતું. પ્લેનમાં કુલ 104 ભારતીયો હતા જેમાં 79 પુરુષો અને 25 મહિલાઓ હતી. અમેરિકાથી ડિપોર્ટ કરીને લાવવામાં આવેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકાની બોર્ડર પર પકડવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે તેમણે ડંકી રૂટ દ્વારા અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરી હતી. આ પ્લેનમાં પંજાબના 30, હરિયાણાના 33, ગુજરાતના 33, મહારાષ્ટ્રથી 3, યુપીથી 3, ચંડીગઢથી 2 લોકો હતા.
ASMR: Illegal Alien Deportation Flight 🔊 pic.twitter.com/O6L1iYt9b4
— The White House (@WhiteHouse) February 18, 2025
ત્યારબાદ બીજુ પ્લેન 120 ગેરકાયદે ભારતીય પ્રવાસીઓને લઈને 15 ફેબ્રુઆરીએ મોડી રાતે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. જેમાં 60થી વધુ પંજાબથી અને 30થી વધુ હરિયાણાના હતા. અન્યમાં ગુજરાત, યુપી, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરના લોકો હતા. ત્યારબાદ ત્રીજુ પ્લેન 16 ફેબ્રુઆરીએ અમૃતસર ઉતર્યું હતું. જેમાં 112 લોકો હતા. જેમને અમેરિકાથી કાઢી મૂકાયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App