અહીં આકાશમાંથી થયો સંખ્યાબંધ મૃત પક્ષીઓનો વરસાદ – કારણ જાણીને આંખો પહોળી થઈ જશે

સોશિયલ મીડિયામાં અવાનવાર આપણને આશ્વર્યમાં મૂકી દે એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના અમેરિકામાંથી સામે આવી રહી છે. અમેરિકામાં આવેલ ફિલાડેલ્ફીયા શહેરમાં બનેલ એક ઘટનાથી કંઇક અશુભ થવાનો ડર સ્થાનિક લોકોમાં ફરી વળ્યો હતો. સેંકડો પ્રવાસી (માઇગ્રેટરી) પંખીઓ મૃત હાલતમાં આકાશમાંથી વરસાદની જેમ ધરતી પર પડ્યા હતા. આવું જોઇ સ્થાનિક લોકોમાં ડર ફરી વળ્યો હતો.

પ્રવાસી પંખીઓ આ રીતે મરણ પામ્યાં :
2 ઓક્ટોબરે આ ઘટનાની શરૂઆત થઇ હતી. અત્યાર સુધીમાં કુલ 1,500થી પણ વધારે પ્રવાસી પંખીઓ આ રીતે મરણ પામ્યા હોવાનો અંદાજ રહેલો હતો. આ પંખીઓ કાતિલ શિયાળો શરૂ થવા પહેલાં દક્ષિણ દિશા બાજુ જઇ રહ્યા હતા. અગાઉ આવી ઘટના કુલ 72 વર્ષ અગાઉ એટલે કે, વર્ષ 1947માં બની હતી. ત્યારપછી આ વર્ષે પ્રથમ વખત આવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

કુલ 73 પંખી મારી સામે રજુ કર્યા હતાં :
ફિલાડેલ્ફિયામાં વાઇલ્ડ લાઇફ પ્રવૃત્તિની સાથે સંબંધિત સ્ટીફન મેસીઝેવસ્કીએ જણાવતા કહ્યું કે, 2 ઓક્ટોબરે સવારમાં 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં કુલ 400 પક્ષી આકાશમાંથી મૃત હાલતમાં ધરતી પર પડ્યા હતા. સંખ્યાબંધ પક્ષીઓ આ રીતે પડતા રહ્યા છે, આ ખરેખર એક વિનાશકારી ઘટના છે.

તેમણે ઉમેર્યું કે, મારી નજર સમક્ષ એક સફાઇ કામદારે એેક બાદ એક એમ કુલ 75 પંખી મારી સામે રજૂ કર્યાં હતાં. એમાં થોડાંક જીવંત પણ હતાં. એ સફાઇ કામદારને થયું કે, હું મરેલાં પંખી ઉપાડવા આવ્યો છું એટલે મને આપ્યાં. મેં આવા બધા જ પક્ષીના ઉડ્ડયન માર્ગ, સમય અને ચોક્કસ સ્થળના પ્રભાવની નોંધ કરી રાખી હતી.

અથડાઈ જવાને લીધે મરણ પામ્યાં હતા :
મળી રહેલ જાણકારી પ્રમાણે, કેનેડા બાજુ જઈ રહેલ આ પંખીઓ ગગનચુંબી ટાવર્સના કાચની સાથે અથડાતાં મૃત પામ્યાં હતાં. અમેરિકી સંસદમાં એક ઠરાવ એવો રજૂ કરવામાં આવ્યો હતો કે, ખુબ ઉંચી ઇમારતોમાં કાચ લગાડવા નહીં. કારણે કે, આ કાચ ખુબ જોખમી સાબિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *