32 વર્ષનો કુંવારો છોકરો 87 બાળકોનો છે બાયોલોજીકલ બાપ, 2025 માં થઈ જશે સદી પૂરી

USA Bizarre News: દરેક વિવાહિત યુગલનું સપનું હોય છે કે તે માતા-પિતા બને. સંતાન સુખ માટે લોકો ઘણી માનતાઓ પણ માનતા હોય છે. મોંઘવારીના આ સમયગાળામાં લોકો એક બે બાળકો જ ઈચ્છે છે. પરંતુ અમેરિકાના એક વ્યક્તિને એક બે નહીં પરંતુ 87 બાળકો છે. તે આ તમામ બાળકોનો બાયોલોજીકલ (USA Bizarre News) બાપ છે. વર્ષ 2025 પૂર્ણ થતા તેને આશા છે કે તે સદી ફટકારશે. ચોકાવનારી વાત તો એ છે કે તેના હજુ સુધી લગ્ન પણ નથી થયા. દુનિયાભરમાંથી કપલ તેની પાસે મદદ માગે છે. આખરે આ વ્યક્તિ આટલા બધા બાળકોને પિતા કેવી રીતે બની ગયો? ચાલો તમને જણાવીએ.

સમાચાર પત્રોના રિપોર્ટ અનુસાર કેલિફોર્નિયાના કાયલી ગોર્ડી 32 વર્ષનો છે અને 87 બાળકનો પિતા છે. તેના બાળકો દુનિયાના અલગ અલગ ભાગમાં ફેલાયેલા છે. 1 જાન્યુઆરી 2025માં તેને ખબર મળી કે થોડા દિવસો માટે 100 બાળકોનો પિતા બનવા જઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર આ ઉપલબ્ધિ ફક્ત ત્રણ અન્ય પુરુષો પાસે જ છે. આટલા બધા બાળકો થયા બાદ કદાચ જ કોઈ વ્યક્તિ વધારે બાળકો ઈચ્છતો હોય પરંતુ કાયલી નું કહેવું છે કે તેને તો હજી શરૂઆત કરી છે.

દુનિયાભરમાંથી લોકો માંગે છે મદદ
પરથી પડદો હટાવી અમે તમને જણાવી દઈએ કે કાયલી એક સ્પમૅ ડોનર છે. તે સંતાનહિન કપલને માતા-પિતા બનવામાં મદદ કરે છે. દુનિયાભરમાંથી કપલ તેની પાસે તેના સ્પમૅની ડિમાન્ડ કરે છે. બ્રિટનની એક વેબસાઈટ નીડ ટુ નો સાથે વાતચીત કરતા કાયલિએ કહ્યું કે આટલા બધા બાળકોના બાપ બની તેને ખૂબ સારું લાગી રહ્યું છે. તેને એ વાતની ખુશી છે કે તેણે આટલી બધી માતાઓ અને પરિવાર અને ખુશ કર્યા છે, તે પણ એવા સમયે જ્યારે તેઓ ને કોઈ જ આશા ન હતી.

મફતમાં કરે છે લોકોને મદદ
કાયલીનું કહેવું છે કે તેને કોઈ ટાર્ગેટ સેટ કર્યો નથી કે તે એટલા બાળકનો પિતા બનવા માંગે છે. જોકે તેને લાગે છે કે હાલમાં તો તેણે શરૂઆત જ કરી છે. તે આગળ જતા પણ લોકોની મદદ કરતા રહેશે. ત્યાં સુધી મદદ કરશે જ્યાં સુધી સ્ત્રીઓ ને તેની જરૂરત હશે. આશ્ચર્યની વાતો તો એ છે કે કાયલી ની:સંતાન માતા-પિતાને મફતમાં મદદ કરે છે. તે વીર્યદાનના પૈસા લેતો નથી. તેની એક વેબસાઈટ છે ‘બી પ્રેગ્નેન્ટ નાઉ’. જ્યાં લોકો તેની સાથે સંપર્ક કરે છે.

હવે કાયલીને એક જીવનસાથીની પણ જરૂર છે. ગત વર્ષે તેને એક છોકરી સાથે પ્રેમ થયો હતો, પરંતુ થોડા મહિનામાં જ આ સંબંધ પૂરો થયો હતો. આ દરમિયાન તેણે ડોનેશનનું કામ બંધ કર્યું હતું. પરંતુ બ્રેકઅપ થયા બાદ તેણે તે ફરીથી શરૂ કર્યું હતું. રિપોર્ટ અનુસાર આ વર્ષે સ્વીડન, નોર્વે, ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં તેના 14 બાળકો જન્મ લેવાના છે. કાલી નો સૌથી મોટો દીકરો દસ વર્ષનો થઈ ચૂક્યો છે.